Surendranagar News/ સુરેન્દ્રનગરમાં ભેટ ગામે ગેરકાયદેસર કાર્બોસેલની ખાણમાં દુર્ઘટના, 3 મજૂરના મોત

સુરેન્દ્રનગરમાં ભેટ ગામે ચાલતી ગેરકાયદેસર કાર્બોસેલની ખાણમાં દુર્ઘટના સર્જાઈ છે. ગેરકાયદેસર કાર્બોસેલની ખાણમાં કામ કરતા 3 મજૂરના મોત થયા છે. આ…………..

Top Stories Gujarat Breaking News

Surendranagar News: સુરેન્દ્રનગરમાં ભેટ ગામે ચાલતી ગેરકાયદેસર કાર્બોસેલની ખાણમાં દુર્ઘટના સર્જાઈ છે. ગેરકાયદેસર કાર્બોસેલની ખાણમાં કામ કરતા 3 મજૂરના મોત થયા છે. આ ઘટનાને પગલે પોલીસ અને ખાણ વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે. મૃતકોના પરિવારમાં શોકની લાગણી ફેલાઈ છે.

સુરેન્દ્રનગર જીલ્લામાં અનેક વખત ગેરકાયદેસર ખાણમાં ખોદકામ થવાના કારણે મજૂરો મોતને ભેટતાહોય છે ત્યારે ફરીથી ખનિજ માફીયાઓ મજૂરોના મોતના સોદાગરો બન્યા હોવાનું જાણવા મળ્યું છે. 200 ફૂટ ઊંડે મજૂરોને ખાણમાં ખોદકામ માટે ઉતારવામાં આવ્યા હતા. આકાહન્ક ખાણમાં દુર્ઘટના સર્જાતા 3 મજૂરોના મોત નિપજ્યા છે. પોલીસ અને ખાણ વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે. 200 ફૂટ ઊંડે ગેરકાયદેસર ચાલતી કાર્બોસેલની ખાણમાં ખોદકામ માટે મજૂરોને ઉતારવામાં આવ્યા હોવાને લઈ પરિવારમાં રોષ ફેલાયો છે.

એટલું જ નહીં, મૃતકોનાં મૃતદેહોને સગેવગે કરવાનું કાવતરૂં ખનિજ માફિયાઓએ રચ્યું હોવાને લઈ ખળભળાટ મચી ગયો છે. હવે જોવાનું એ રહે છે કે જીલ્લા વહીવટી તંત્ર, ખનિજ વિભાગ અને પોલીસ અધિકારીઓ મજૂરોના મોતના મામલે કેટલી સખ્ત કાર્યવાહી કરે છે…..



whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અમદાવાદમાં પેલેડિયમ મોલ નજીક સર્જાયો અકસ્માત, એકનું મોત

આ પણ વાંચો: ગુજરાતમાં હવામાન વિભાગે કરી ભારે વરસાદની આગાહી

આ પણ વાંચો: અમદાવાદમાં રૂ. 4 લાખના નંગ અને હીરા ચોરી કરી ગઠિયો ફરાર