Ahmedabad News/ અમદાવાદમાં રૂ. 4 લાખના નંગ અને હીરા ચોરી કરી ગઠિયો ફરાર

અમદાવાદમાં રાયપુર હવેલીની પોળમાં રહેતા રાજેશકુમાર રાણા માણેકચોક વિસ્તારમાં વાસ્તુશાસ્ત્ર નામની દુકાન ધરાવે છે. થોડા દિવસ અગાઉ એક વ્યક્તિએ…….

Top Stories Ahmedabad Gujarat Breaking News
Image 2024 07 14T092323.553 અમદાવાદમાં રૂ. 4 લાખના નંગ અને હીરા ચોરી કરી ગઠિયો ફરાર

Ahmedabad News:અમદાવાદ માણેકચોકની દુકાનમાં પૂજા માટે ગુરૂના નંગ અને તેની આઝુબાજુમાં લગાવવા માટે હીરાની ખરીદી કરવાના બહાને આવેલા એક ગ્રાહકે દુકાનદારની નજર ચૂકવી રૂપિયા 4 લાખની કિંમતના 3 હીરા ચોરી કરી હતી. ગુરૂનો નંગ અને ડાયમંડ સિલેક્ટ કરીને રૂપિયા 1 હજાર ટોકન આપીને ગ્રાહક ફરાર થઈ ગયો હતો. વેપારીએ ડાયમંડના પડીકા મૂકી રહ્યો હતા તો તેમાં હીરા ઓછા હતા.

અમદાવાદમાં રાયપુર હવેલીની પોળમાં રહેતા રાજેશકુમાર રાણા માણેકચોક વિસ્તારમાં વાસ્તુશાસ્ત્ર નામની દુકાન ધરાવે છે. થોડા દિવસ અગાઉ એક વ્યક્તિએ કહ્યું કે મારે ગુરૂના નંગની જરૂર છે. સાથે આજુબાજુમાં હીરા ફીટ કરાવવાના છે. તેથી વેપારીએ ગ્રાહકનીજ જરૂરિયાત મુજબ નંગ આપીને રૂ.1 હજાર ટોકન લીધા હતા. પરંતુ ડાયમંડના પડીકા મૂકી રહ્યા હતા ત્યારે વેપારીને હીરા ઓછા દેખાયા હતા. રૂ. 4 લાખની કિંમતના 3 હીરા ગાયબ થતાં વેપારીએ ખાડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.



whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અમદાવાદમાં પેલેડિયમ મોલ નજીક સર્જાયો અકસ્માત, એકનું મોત

આ પણ વાંચો: ગુજરાતમાં હવામાન વિભાગે કરી ભારે વરસાદની આગાહી

આ પણ વાંચો: ઓનલાઈન ક્રિકેટ સટ્ટા બેટિંગનો સૂત્રધાર દુબઈથી આવતા જ કરાઈ ધરપકડ