Surat News: યુવાનો પોર્ન જોઈને વધુને વધુ પ્રમાણમાં વિકૃત થવા લાગ્યા છે. સુરતના ડીંડોલમાં એક યુવાને બાળકીને અશ્લીલ ક્લિપ બતાડી હતી. બાળકીએ માતાને વાત કરતાં તેની માતાએ ડીંડોલી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. માતાની ફરિયાદના આધારે ડીંડોલી પોલીસે નરાધમ યુવાનની ધરપકડ કરી હતી.
મોબાઇલ ફોનમાં અશ્લીલ ક્લિપ જોઈને વિકૃત થઈ રહેલા યુવકો હવે નાની બાળકીઓ સુદ્ધાને પણ છોડતા નથી. સુરતના ડિંડોલીમાં નવ વર્ષીય બાળકી પાસેથી યુવાનો ગુટકા મંગાવતા તે લઈ આવીને આપવા આવી હતી. તેના પછી યુવાને બાળકીને મોબાઇલ ફોનમાં અશ્લિલ વિડીયો બતાવી છેડતી કરતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.
આ નવ વર્ષીય બાળકી ટ્યુશન ક્લાસથી ઘરે આવી રહી હતી. પોતાની સોસાયટી પહેલાં જ આવતી સોસાયટીમાં 34 વર્ષીય જગદીશ નથુએ તેને બૂમ પાડી બોલાવી નજીકની દુકાનમાંથી ગુટકા લાવી આપવા જણાવ્યું હતું.
નજીકની સોસાયટીમાં રહેતા હોઇ પરિચિત હોઇ આ બાળકીએ ગુટકો લાવી આપ્યો હતો. તે વખતે આ યુવકે તેને હાથ પકડી પોતાની પાસે બેસાડી લીધી હતી અને મોબાઈલ ફોનમાં અશ્લીલ વીડિયો ક્લીપ બતાવી હતી.
ડઘાઈ ગયેલી બાળકી ઘરે જઈ કહી દેશે તેવી શંકા જતાં બાળકીને ઘરે નહિ કહેવા ધમકાવી પણ હતી. બાળકીએ જોકે ઘરે જઈ માતાને તમામ વાત કરતાં પરિવાર ડીંડોલી પોલીસ મથકે પહોંચ્યો હતો.
આ પણ વાંચો: પોરબંદરમાં જળબંબાકાર જેવી સ્થિતિ વચ્ચે દિલધડક રેસ્ક્યૂ
આ પણ વાંચો: નાંદોદની ત્રણ દૂધ ઉત્પાદક મંડળીઓના કૌભાંડની તપાસમાં ભીનું સંકેલાયાની શંકા
આ પણ વાંચો: સર્વર ઠપ થતા અમદાવાદ એરપોર્ટની અન્ય મેટ્રો શહેર સાથે કનેક્ટિવિટી ઠપ
