Surat News: સુરતના હરમિત દેસાઈને પેરિસ ઓલિમ્પિકમાં જીત મેળવી સફળતાપૂર્વક આગળ વધવા બદલ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અભિનંદન પાઠવ્યા છે.
ગુજરાતના ગૃહરાજ્ય મંત્રીએ હરમિત દેસાઈને પ્રથમ જીતની શુભકામના પાઠવી છે. 2024ની પેરિસ ઓલમ્પિકમાં ટેબલ ટેનિસની રમતમાં ભારતની અદભુત જીત થઈ હતી. હર્ષ સંઘવીએ ટેબલ ટેનિસ સ્ટાર અને ભારતીય ટીમને અભિનંદન પાઠવ્યા છે.
ગૃહરાજ્ય મંત્રીએ હર્ષ સંઘવીએ હરમિત દેસાઈને અભિનંદન પાઠવતા કહ્યું કે, ઓલિમ્પિક રમતમાં વૈશ્વિક ફલક પર ગુજરાતને ગૌરવ અપાવ્યું તે ગુજરાતીઓ માટે ખુશીની અને ગર્વની વાત છે. હરમિત દેસાઈ પહેલી રમતમાં વિજેતા થયો છે. આજે ફરીથી પડકારનો સામનો કરશે. ભારતના સૌ વડીલો, મિત્રોના હરમિતને આશીર્વાદ છે. હરમિત સ્પોર્ટ્સ સ્પિરિટથી અને મજબૂતાઈથી રમત રમશે. ટીમ ઇન્ડિયાને હું ખૂબ ખૂબ શુભકામના આપું છું.

ઓલિમ્પિક 2024માં ટેબલ ટેનિસમાં જોર્ડનનાં ખેલાડી જૈદ અબો યમનને હાર આપી હતી. આ સાથે જ હરમિત દેસાઈએ મેન્સ સિંગલ મુખ્ય ડ્રોમાં સ્થાન હાંસલ કર્યું છે જેથી સુરતમાં રહેતા પરિવારજનોમાં ખુશીની લાગણી વ્યાપી ગઈ હતી. સાઉથ પેરિસ એરેનામાં રમતા હરમિત દેસાઈએ 30 મિનિટમાં હરીફ ખેલાડીને 4-0થી માત આપી હતી. 31 વર્ષીય હરમિત હવે રાઉન્ડ ઓફ 64માં ફ્રાન્સના ફેલિક્સ સામે રમશે. આ મુકાબલો રવિવારે રમાશે.
આ પણ વાંચો:કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે કેન્દ્રીય બજેટને ‘ખુરશી બચાવો બજેટ’ ગણાવ્યું
આ પણ વાંચો:મહેસાણામાં રૂ. 22 લાખનો શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો
આ પણ વાંચો:ગુજરાતમાં ચાંદીપુરાનો ખોફ યથાવત, વાયરસ 52 બાળકોને ભરખી ગયો
આ પણ વાંચો:વિકાસની મોટી વાતો! આમોદમાં રૂ. 7 કરોડના ખર્ચે બનેલા રસ્તાનું પહેલા વરસાદમાં ધોવાણ
