Girsomnath News: માસૂમ બાળા પર બળાત્કાર ગુજારનારી તેમની હત્યા કરનારાઓમાં સોંપો પડી જાય તેવો ચુકાદો કોડીનારની કોર્ટે આપ્યો છે. કોડીનારની કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપતા માસૂમ બાળા પર દુષ્કર્મ ગુજારી તેની હત્યા કરનારાને ફાંસીની સજા ફટકારી છે. કોડીનાર પંથકમાં આવો ચુકાદો પહેલી જ વખત આપવામાં આવ્યો છે.
ગીર સોમનાથ જિલ્લામાં આવેલા કોડીનાર તાલુકાના ગામમાં બે વર્ષ પહેલા પોક્સો હેઠળ ગુનો નોંધાયો હતો. આ કેસ કોર્ટમાં ચાલતા આરોપીને દોષિત ઠેરવી ફાંસીની સજા અને રૂ. 25 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, ગીર સોમનાથના ઇતિહાસમાં પ્રથમ વખત કોઈ આરોપીને ફાંસીની સજા ફટકારવામાં આવી છે.
આ કેસમાં કોડીનાર તાલુકાના એક ગામે આજથી બે વર્ષ પહેલા આરોપીએ આઠ વર્ષની માસૂમ બાળકી પર દુષ્કર્મ કરી તેની હત્યા કરી હતી. તેની લાશને કોથળામાં ભરીને અવાવર જગ્યાએ ફેંકી આવ્યો હતો. માસૂમ બાળા પર બળાત્કાર અને હત્યાના ગુનાને જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાએ ગંભીરતાથી લઈને તપાસ માટે સિટની રચના કરી હતી.
સિટે મહિનાના સમયગાળામાં આરોપીની ઓળખ કરી હતી. તેની સામે વૈજ્ઞાનિક અને અન્ય પુરાવા મેળવી તપાસ પૂરી કરી ચાર્જશીટ ફાઇલ કરી હતી. કોડીનાર એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ સમક્ષ કેસ ચાલ્યો હતો. સિટે આ પોક્સો કેસમાં કુલ 55 દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા હતા. ભોગ બનનારના કુટુંબીઓ, પાડોશીઓ, જોડે ભણનારાઓની સાક્ષી લેવી હતી. એફએસએલના અધિકારીઓએ વૈજ્ઞાનિક ધોરણે તપાસ કરી હતી. આ તમામ દસ્તાવેજી પુરાવા અને સાક્ષીની હકીકત લક્ષમાં લઇ આજરોજ કોડીનાર એડી.ડ્રિસ્ટ્રીક એન્ડ સેસન્સ જજ એસ.આઇ.ભોરાણીયાએ આરોપી શામજી ભીમા સોલંકીને દોષિત ઠેરવી ફાંસીની સજા અને રૂ.25 હજારનો દંડ ફટકાર્યો છે.
આ પણ વાંચો:વડોદરામાં ભારે વરસાદ, વહીવટી તંત્ર ‘પાણી’માં
આ પણ વાંચો:હવામાન વિભાગે કરી આગાહી, ‘આ’ જીલ્લાઓમાં છે રેડ એલર્ટ
આ પણ વાંચો:સાબરકાંઠામાં પ્રાંતિજ, લુણાવાડા થયા જળબંબાકાર, જાણો કેટલો વરસાદ ખાબક્યો
આ પણ વાંચો:ભારે વરસાદથી ગુજરાતના ૪૫ જળાશયો સંપૂર્ણ છલકાતા હાઈ એલર્ટ
