Ahmedabad News/ શું ગુજરાતની આ યુનિવર્સિટીને મળ્યું છે લૂંટવાનું લાઇસન્સ?

અમદાવાદ યુનિવર્સિટી પર આક્ષેપ છે કે તે સારા માર્ક્સ અને ટકાવારી ધરાવતા ગરીબ મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને પ્રવેશ આપતી નથી.. તેમજ અહીંયા બીજી યુનિવર્સિટી કરતાં ફી નો ક્રાઈટેરિયા પણ ત્રણ ગણી વધારે છે.

Gujarat Top Stories Ahmedabad Breaking News

@અનિતા પરમાર

Ahmedabad News: હાલમાં સોશિયલ મીડિયા પર મજાક ચાલે છે, એક રાજ્ય ભારે સમૃદ્ધ હોવા છતાં ત્યાં ચોરીઓ ખાસ થતી જ ન હતી. તેથી બહારની વ્યક્તિને આશ્ચર્ય થયું તેણે ત્યાંના વતનીને પૂછ્યું કે કેમ અહીં ગુનાખોરી ઓછી છે. તેણે જવાબ આપ્યો કે અમારે ત્યાં ખાનગી યુનિવર્સિટીઓ અને ખાનગી હોસ્પિટલો મોટાપાયે છે. પેલો વ્યક્તિ સમજી ગયો. જેમ્સ બોન્ડની ફિલ્મમાં જેમ બોન્ડ પાસે લાઇસન્સ ટુ કિલ છે તેમ રાજ્યમાં ખાનગી યુનિવર્સિટીઓને પ્રજાને લૂંટવાનું લાઇસન્સ મળી ગયું છે. તેમને કોઈ પૂછનાર નથી. વિદ્યાર્થીઓ જાણે ગરીબની ગાય હોય તે રીતે આ યુનિવર્સિટીઓ રીતસરનું તેમનું નાણાકીય દોહન કરી રહી છે.

રાજ્યની અંદર ખાનગી યુનિવર્સિટીઓની મન માની વધી રહી છે વિદ્યાર્થીઓ પાસેથી બેફામ રીતે ફી વસુલવામાં આવી રહી છે … આ યુનિવર્સિટીને સરકારનો કોઈ ડર રહ્યો જ નથી. અમદાવાદ યુનિવર્સિટી પણ તેમાંની એક છે.અમદાવાદ યુનિવર્સિટી પર આક્ષેપ છે કે તે સારા માર્ક્સ અને ટકાવારી ધરાવતા ગરીબ મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને પ્રવેશ આપતી નથી.. તેમજ અહીંયા બીજી યુનિવર્સિટી કરતાં ફી નો ક્રાઈટેરિયા પણ ત્રણ ગણી વધારે છે… અમદાવાદ યુનિવર્સિટીમાં બેચલર ઓફ આર્ટસ કરવું હોય તો પહેલા વર્ષમાં અઢી લાખ રૂપિયા વિદ્યાર્થીઓએ ભરવા પડે અને ફર્સ્ટ યર જો એન્યુઅલ ફી ની વાત કરવામાં આવે તો ₹4,60,000 જેટલો ખર્ચો વિદ્યાર્થીના માથે આવે છે.. તેમજ બીકોમ અને  બેચલર ઓફ સાયન્સ એન્ડ મેનેજમેન્ટ. માં પણ 4,60,000 થી પણ વધારે ફીસ વિદ્યાર્થીઓ પાસેથી વસૂલવામાં આવે છે જો એમબીએ કરવું હોય તો માં પાંચ લાખથી પણ વધારે ફી ભરવાની આવે.

કોર્સ યુનિવર્સિટી જૂની ફી નવી ફી
એમબીએ નવરચના 77,000 1.38 લાખ
આર્કિટેક્ચર અનંત 88,000 1.36 લાખ
એમબીએ અદાણી 1.50 લાખ 1.97 લાખ
આર્કિટેક્ચર નવરચના 1.11 લાખ 1.50 લાખ
એમ ફાર્મ એલએમકોલેજ 1.50 લાખ 1.86 લાખ
એમબીએ મેરીટાઇમ યુનિ. 81,000 1.25 લાખ
એમબીએ એલજે કોલેજ 81,000 1.08 લાખ
એન્જિનિયરિંગ કર્ણાવતી 82,000 1.10 લાખ

બીજી તરફ સરકારી યુનિવર્સિટીની આપણે તુલના કરીએ તો ગુજરાત યુનિવર્સિટીમાં આજ બધા કોર્ષ માટે જેમકે બી.એ માટે 25400.. બી.એડ માટે 30,000 એક વર્ષના… એમ કોમ માટે 18000 એક વર્ષના… પીએચડી માટે 18000… બી કોમ માટે 11,500 bca માટે 26000.. બીએસસી માટે 12000 જેટલી ફીસ એક વરસ માટે લેવાય છે સરકારી યુનિવર્સિટીની તુલનામાં ખાનગી યુનિવર્સિટીઓ વિદ્યાર્થીઓને ખુલ્લેઆમ લૂંટે છે. સરકાર પણ આ વાતથી અજાણ નથી આજ મુદ્દાને લઈને આજે સિવાયના કાર્યકર્તાઓ દ્વારા અમદાવાદ યુનિવર્સિટી નો ઘેરાવો કરવામાં આવ્યો તેમજ આ યુનિવર્સિટીમાં ચાલતી પ્રવેશ ની પોલમ પોલને લઈને અમદાવાદ યુનિવર્સિટી તંત્રને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું..

આ યુનિવર્સિટીમા ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થી પ્રવેશથી વંચિત છે. સારા માર્ક અને ટકા હોવા છતાં ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત છે. NSUIએ આને લઈને અમદાવાદ યુનિ. પર ગંભીર આરોપ લગાવ્યા છે.  NSUIનાં કાર્યકર્તાઓએ અમદાવાદ યુનિવર્સિટીમાં વિરોધ પણ કર્યો છે.  મોટી સંખ્યામાં NSUIનાં કાર્યકર્તાઓએ હોબાળો મચાવ્યો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: પાટણમાં સૌથી વધુ 51 મીમી વરસાદ, આજે ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

આ પણ વાંચો: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કચ્છના મુન્દ્રા તાલુકાના નંદિસરોવર, નંદનવન તથા વન અભયારણ્યની મુલાકાત લીધી

આ પણ વાંચો: અરે બાપ રે! પતિને પત્ની કરડી…

આ પણ વાંચો: દેશભરમાં PF ઉપાડ મામલે ગુજરાતીઓનો ડંકો, ઉપડ્યા 32 હજાર કરોડ રૂપિયા