Rajkot News: વ્યાજના વિષચક્રમાંથી કોણ બચી શક્યું છે. જ્યારે ઔપચારિક બેન્કિંગ સિસ્ટમ લોકોને નાણા આપતી નથી ત્યારે લોકોએ આ રીતે બિનપરંપરાગત રીતે ધિરાણ કરતાં શાહુકારોનો આશરો લેવાની ફરજ પડી છે. આવી જ સ્થિતિ ગોંડલના ખેડૂતની થઈ છે.
ગોંડલમાં મોવિયા ગામે રહેતા ખેડૂતને વ્યાજના વિષચક્રમાં ફસાવી વ્યાજખોરે 12 લાખની રકમનું 13 લાખ વ્યાજ વસૂલવા છતાં ખેડૂતના પાસેથી સાટાખત કરાવી કિંમતી જમીન કબ્જે કરી લેતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જેમાં ગોંડલ પોલીસે ગુનો નોંધી વ્યાજખોરની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે. ગોંડલના 12 લાખ રૂપિયા વ્યાજે આપીને 13 લાખ રૂપિયા વ્યાજ વસૂલી લીધુ હોવા છતાં પણ ખેડૂતની જમીન નામે લખાવી લેતા પોલીસ કેસ થયો છે. આમ વધુ એક વ્યાજખોર પોલીસની ચુંગાલમાં આવ્યો છે. પોલીસ કેસ થવાના લીધે વ્યાજખોરે હવે જેલના સળિયા ગણવા પડી શકે તેમ છે.
આશ્ચર્યની વાત એ છે કે વ્યાજખોરો સામે સમગ્ર રાજ્યમાં પોલીસે અભિયાન આદર્યુ હોવા છતાં રાજ્યમાં વ્યાજવટાવનો ધંધો બંધ થતો નથી. આ બતાવે છે કે બેન્કિંગ અને એનબીએફસી ચેનલો પણ નાણાકીય જરૂરિયાતને સંતોષવામાં નિષ્ફળ રહી છે.
ગોંડલ તાલુકાના મોવિયા ગામેના ગોવિંદનગરની કધયા શાળા પાસે રહેતા ખેડૂત ચંદુભાઈ શવજીભાઈ રાદડિયાએ પોલીસ ફરિયાદ નોંધાવતા વ્યાજખોર માવજીભાઈ છગનભાઈ કોટડિયા સામે ગુનો નોંધ્યો છે. ચંદુભાઈ દારડિયાએ ફરિયાદમાં જણાવ્યા મુજબ તેમને રૂપિયાની જરૂર પડતા પાંચેક વર્ષ પૂર્વે માવજીભાઈ પાસેથી 4 ટકા વ્યાજે એક લાખ લીધા હતા, જેના અવેજમાં આરડીસી બેંકના કોરા ચેક આપ્યા હતાં.
તેના પછી વધુ રકમની જરૂર પડતા 5.50 લાખ અને 6.50 લાખ એમ કુલ 12 લાખ ચંદુભાઈએ માવજી કોટડિયા પાસેથી લીધા હોય જેનું નિયમિત વ્યાજ ચૂકવતા હતાં અને અત્યાર સુધી 13 લાખ જેટલી વ્યાજની રકમ ચૂકવ્યા છતાં વ્યાજે આપેલા રૂપિયાનું વધુ પઠાણી વ્યાજ વસૂલવા માટે માવજીભાઈએ ધાક ધમકી આપી હતી.
ચંદુભાઈએ વ્યાજે લીધેલી રકમના સામે ગીરવે પોતાની જમીન રાખી હોય અને જે જમીનનું સાટાખત માવજીભાઈને કરી આપ્યું હોય 12 લાખની રકમનું 13 લાખ વ્યાજ ચૂકવ્યું હોવા છતાં ચંદુભાઈએ આ કિંમતી જમીન ઉપર કબ્જો કરી લીધો હતો. પોતાની કિંમતી જમીન ઉપર ખેતી કરતા ચંદુભાઈને ખેતીની જમીન ઉપર ખેતી કરવાની પણ મનાઈ કરી દીધી હતી. પોતાની આજીવિકા માટે ખેતીકામ કરતા ચંદુભાઈ રાદડિયાની આર્થિક સ્થિતિ પણ કથળી ગઈ હતી.
અનેક વખત પોતાની જમીન પાછી મેળવવા માવજી કોટડિયાને આજીજી કરતા તે જમીન પરત આપવા માટે ચડત વ્યાજ સહિત નાણા ચૂકવવા માટે વારંવાર માવજીભાઈએ ધાકધમકી આપવાનું શરૂ કર્યુ હતું. આથી કંટાળીને અંતે ચંદુભાઈએ પોલીસની મદદ માંગી હતી અને જે બાબતે ચંદુભાઈએ પોલીસ ફરિયાદ નોંધાવતા વ્યાજખોર સામે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો:રાજકોટમાં યુવતી નશાની હાલતમાં મળી આવતા પોલીસ મૂંઝવણમાં
આ પણ વાંચો:બાળકોને મોબાઈલ આપતા પહેલા થઇ જજો સાવધાન, માઠું લાગી આવતા 10 વર્ષના બાળકે કર્યો આપઘાત
આ પણ વાંચો:મંતવ્ય ન્યૂઝના અહેવાલની અસર, યુવકને તલવાર વડે કેક કાપવી પડી મોંઘી
