Rajkot News: રાજકોટના ઉપલેટાના રસ્તાઓ બિસ્માર બન્યાની ઘટનાઓ સામે આવી છે. વરસાદ બાદ રસ્તાઓની હાલત કફોડી બની છે. ઉપલેટાથી ધોરાજી તરફ જતા બ્રિજ પર ગાબડા પડ્યાનું પણ સામે આવ્યું છે. નગરપાલિકાની નબળી કામગીરીથી રાજકોટવાસીઓ હેરાન થઈ ગયા છે. ઉપલેટા નગરપાલિકા પ્રજાની રજૂઆતોને ધ્યાને લે તેવી અપેક્ષા સેવાઈ રહી છે.
રાજકોટમાં આ વર્ષે વરસાદ સારો રહ્યો તેમ લોકોનું માનવું છે. સૌરાષ્ટમાં મુશળધાર વરસાદથી પ્રકૃતિ ખીલી ઉઠી છે. ત્યારે રાજકોટના ઉપલેટાના રસ્તાઓ વરસાદથી બિસ્માર બન્યા છે. વરસાદ પછી રસ્તાઓ પર ચાલવું કઠિન બની ગયું છે. વાહન સાથે ખાડામાં પડી ગયા તો.. તેવો ભય લોકોને થઈ રહ્યો છે. ઉપલેટાથી ધોરાજી તરફ જતા પુલ પર ગાબડા પડ્યાની પણ ઘટના બની છે.
મોજ નદી પરના બ્રિજ પર ગાબડા પડ્યા છે. ખરાબ રસ્તાઓથી લોકો હેરાન પરેશાન થયા છે. અનેક રસ્તાઓના ખાડાઓમાં વરસાદી પાણી ભરાયા છે. નગરપાલિકા દ્વારા ખાડા ન પૂરાતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે.
આ પણ વાંચો: 20 લાખના લાંચિયા આસિ.ટીપીઓના ઘરમાંથી 77 લાખની માલમતા કબજે
આ પણ વાંચો: સુરતમાં વિદ્યાર્થીઓથી ભરેલી બસ ખાડામાં પડી, બાળકો સુરક્ષિત
આ પણ વાંચો: ગુજરાતને GST, વેટ, વિદ્યુત શુલ્ક અને વ્યવસાય વેરાથી રૂ. 9,726 કરોડની આવક
