Patan News/ પાટણના કાકોશી ગામની 16 વર્ષની સગીરા પર દુષ્કર્મ

પાટણના સિદ્ધપુર તાલુકામાં 16 વર્ષીય સગીરા સામે દુષ્કર્મ આચર્યુ હોવાની ઘટના બની છે. પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના કાકોશી ગામની 16 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ આચરવાની ઘટના બની છે

Gujarat Others Breaking News

Patan News: પાટણના સિદ્ધપુર તાલુકામાં 16 વર્ષીય સગીરા સામે દુષ્કર્મ આચર્યુ હોવાની ઘટના બની છે. પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના કાકોશી ગામની 16 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ આચરવાની ઘટના બની છે. સિદ્ધપુર તાલુકાના કાકોશી ગામની 16 વર્ષીય સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે. નેદ્રોડા ગામના શખ્સે સગીરાને અમદાવાદ તેમજ અલગ-અલગ સ્થળે લઈ જઈને સગીરાની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ ઘટના અંગે મળતી માહિતી મુજબ નેદ્રોડા ગામનો વતની અને હાલમાં અમદાવાદમાં રહેતો સચિન પરમારે કાકોશીની 16 વર્ષીય સગીરાનું દુષ્કર્મ આચર્યું હતું. સચિને સગીરાને રિક્ષામાં બેસાડી સગીરા સાથે લગ્ન કરવાનું કહી ધમકી આપી હતી કે, મારી સાથે નહીં આવે તો હું દવા પીને મરી જઈશ અને તારું નામ આપીશ.

આના કારણે સગીરા ગભરાઈ ગઈ હતી. સચિને સગીરાને અમદાવાદ તેમજ અલગ-અલગ સ્થળે લઈ જઈને સગીરાની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં સચિન સગીરાને કંઈ પણ કીધા વગર ડીસા મૂકીને જતો રહ્યો હતો. આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વડોદરામાં લોનનાં ચક્રવ્યૂહમાં ફસાવી મહિલા પર ગુજાર્યું દુષ્કર્મ

આ પણ વાંચો:ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત્, બે વર્ષના બાળકનું થયું મોત

આ પણ વાંચો: અમદાવાદ મ્યુનિ.ની મિશન થ્રી મિલિયન ટ્રી ઝુંબેશ શહેરનું ગ્રીન કવર વધારશે