Gujarat News/ ખંભાળિયામાં જમીન મેળવવા કરી છેતરપિંડી, વારસાઈ પેઢીમાંથી મોટાભાઈનું નામ બાકાત કરી 85 લાખની ઠગાઈ કરી

ખંભાળિયામાં રોડની કપાતના મળવાપાત્ર પૈસા માટે એક શખ્સ દ્વારા છેતરપિંડી આચરવામાં આવી. આ શખ્સે ડી.પી. રોડની કપાતના મળતા પૈસા માટે વારસાઈ પેઢીનામું ખોટી રીતે તૈયાર કર્યું.

Top Stories Gujarat Others

Gujarat News: ખંભાળિયામાં રોડની કપાતના મળવાપાત્ર પૈસા માટે એક શખ્સ દ્વારા છેતરપિંડી આચરવામાં આવી. આ શખ્સે ડી.પી. રોડની કપાતના મળતા પૈસા માટે વારસાઈ પેઢીનામું ખોટી રીતે તૈયાર કરી જમીન સંપાદનના નાણાં પોતાના ખાતામાં જમા કરાવ્યા. જમીન સંપાદન કરવા ખોટી રીતે કપાતના પૈસાની છેતરપિંડી કરવામાં આવી હોવાને લઈને ખંભાળિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ.

ફરિયાદની પ્રાપ્ત વિગત મુજબ ઇકબાલ નામના શખ્સે તેમના પિતા આમદભાઈ તથા તેમના માલિકીની અહીંના હર્ષદપુર વિસ્તારમાં આવેલી સર્વે નંબર 69 પૈકીની બિનખેતી વાળી જગ્યા કપાતમાં ગઈ હતી. જે ડી.પી. રોડ પરની કપાતમાં ગયેલ જમીન ફરી સંપાદન કરવા ઇકબાલે પોતાના માતાના વારસદારોની વારસાઈ છૂપાવી હતી. ખોટું કરવાના ઇરાદાથી ઇકબાલે જમીન સંપાદનમાં વારસદારોના નામ છૂપાવાતા પોતાના ખાતામાં 85 લાખ રૂપિયા જમા કરાવ્યા. આ મામલે અન્ય વારસદારોએ છેતરપિંડીની ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલાની વધુ તપાસ હાથ ધરી છે.

મહત્વનું છે કે ફરિયાદી અને આરોપી બંને એક જ પિતાના સંતાન છે. ફરિયાદીના પિતા આમદભાઈએ બે લગ્ન કર્યા હતા. પ્રથમ લગ્ન હાજરાબેન સાથે થયા જેમને ત્રણ દિકરા અને દિકરી છે. જ્યારે બીજા લગ્નથી સંતાનમાં ચાર દિકરા અને છ દિકરી મળી આમદભાઈને બંને લગ્નથી કુલ 14 સંતાનો છે. આમદભાઈ 2022માં અવસાન પામ્યા બાદ આરોપી ઇકબાલે પોતાના સ્ટેપ મધરના સંતાનોને વારસાઈ પેઢીમાં હકદાર ગણાવ્યા હતા. આમ, વારસાઈ પેઢીમાં જમીન પચાવી પાડવાને લઈને છેતરપિંડી કરી હોવાથી આરોપી ઇકબાલ સામે ખંભાળીયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: BSNL સિમકાર્ડ વેચાણમાં વધારો, સમગ્ર ગુજરાતમાં લાખો ગ્રાહકો જોડાયા

આ પણ વાંચો: સાબરકાંઠા તલોદમાં પિતા-પુત્રએ સગીરા પર આચર્યુ દુષ્કર્મ

આ પણ વાંચો: વડોદરામાં વકર્યો મચ્છર અને પાણીજન્ય રોગચાળો