Surat News : સુરતમાં એક કિરાણા સ્ટોરમાંથી અફીણનો જથ્થો કબજે કરવામાં આવ્યો છે. સુરત ગ્રામ્ય એસઓજી પોલીસે માહિતીને આધારે આ કાર્યવાહી કરી હતી. જેમાં કદોડરામાં આવેલા ભવાની કિરામા સ્ટોરમાં નશીલા પદાર્થનો જથ્થો હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું. જેને આધારે પોલીસે ભવાની કિરાણા સ્ટોર પર દરોડો પાડ્યો હતો.
જેમાં અહીંથી 5 કિલોગ્રામથી વધુનો અફીણનો જથ્થો મળી આવ્યો હતો.ઝડપથી પૈસા કમાવા માટે 24 વર્ષનો એક વિદ્યાર્થી આ અફીણ વેચતો હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. એસઓજીએ ગટનાસ્થળેથી જ અફીણ વેચતા આ વિદ્યાર્થીને ઝડપી લીધો હતો. પોલીસે કુલ 26 લાખ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
પોલીસે આ કેસમાં બુધારામ નામના શખ્સને વોન્ટેડ જાહેર કર્યો છે. બુધારામ અફીણનો જથ્થો પુરો પાડતો હોવાનું તપાસમાં ખુલ્યું છે.
આ પણ વાંચો: BSNL સિમકાર્ડ વેચાણમાં વધારો, સમગ્ર ગુજરાતમાં લાખો ગ્રાહકો જોડાયા
આ પણ વાંચો: સાબરકાંઠા તલોદમાં પિતા-પુત્રએ સગીરા પર આચર્યુ દુષ્કર્મ
આ પણ વાંચો: વડોદરામાં વકર્યો મચ્છર અને પાણીજન્ય રોગચાળો
