Girsomnath News/ કોંગ્રેસના ધારાસભ્ય ભાજપને મદદ કરતાં હોવાનો સ્થાનિક પક્ષ પ્રમુખનો આરોપ

ગીર સોમનાથ જિલ્લાના ધારાસભ્ય વિરૂદ્ધ પોતાની જ પાર્ટીના નેતાએ ગંભીર આરોપો લગાવતાં બળાપો ઠાલવ્યો હતો, જેના લીધે ફરી એકવાર રાજકીય માહોલ ગરમાયો છે. ગીર સોમનાથ જિલ્લા પ્રમુખ કરશન બારડે પક્ષપલટા સામે રોષ ઠાલવ્યો હતો અને સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા સામે પણ ગંભીર આક્ષેપ કર્યા હતા.

Gujarat Others Breaking News

Girsomnath News: ગુજરાતમાં કોંગ્રેસ તેના પર્ફોર્મન્સના બદલે આંતરિક વિવાદોના લીધે હંમેશા છવાયેલી રહે છે. હાલમાં તો ગુજરાતમાં કોંગ્રેસ સાવ હાંસિયો હોવા છતાં પણ તેના વિવાદો બંધ થવાનું નામ લેતા નથી. ગુજરાત કોંગ્રેસમાં વારંવાર થતાં આંતરિક વિખવાદો અને વિવાદોના કકળાટના સમાચારો અવાર-નવાર હેડલાઇનમાં છવાયેલા રહે છે. તાજેતરમાં દેશમાં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસે 1 સીટ જીતવામાં સફળતા મેળવી છે. કોંગ્રેસ ધીમે ધીમે મજબૂત બનતી જાય છે. પરંતુ અંદરખાને ચાલી રહેલો કલેશ બંધ થવાનું નામ લઈ રહ્યો નથી. આવા જ એક સમાચાર ગીર સોમનાથ જિલ્લામાંથી સામે આવ્યા છે.

ગીર સોમનાથ જિલ્લાના ધારાસભ્ય વિરૂદ્ધ પોતાની જ પાર્ટીના નેતાએ ગંભીર આરોપો લગાવતાં બળાપો ઠાલવ્યો હતો, જેના લીધે ફરી એકવાર રાજકીય માહોલ ગરમાયો છે. ગીર સોમનાથ જિલ્લા પ્રમુખ કરશન બારડે પક્ષપલટા સામે રોષ ઠાલવ્યો હતો અને સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા સામે પણ ગંભીર આક્ષેપ કર્યા હતા.

તેમણે આરોપ લગાવતાં કહ્યું હતું કે ધારાસભ્ય વિમલ ચુડાસમા ચૂંટણી આવે એટલે ભાગી જાય છે, લોકસભાની ચૂંટણીમાં પણ નિષ્ક્રિય રહ્યા હતા. વિમલ ચુડાસમા અને રાજેશ ચુડાસમા બન્ને અંદરખાને એક છે.  કરશન બારડે વધુમાં કહ્યું હતું કે આડકતરી રીતે તેઓ ભાજપને મદદ કરે છે. બન્નેનું સેટીંગ ચાલી રહ્યું છે. તેમના ગામ ચોરવાડામાંથી કોંગ્રેસને ખૂબ ઓછા વોટ મળ્યા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:પુરૂષો સામે મહિલાઓની નગ્ન પરેડ, સેક્સ ટેસ્ટ… ઓલિમ્પિકમાં મહિલાઓએ આપવા પડે છે આવા ટેસ્ટ

આ પણ વાંચો: જ્વેલિન થ્રોઅર વિજેતા નીરજ ચોપરાનો પેરિસ ઓલિમ્પિકમાં ફાઈનલમાં પ્રવેશ

આ પણ વાંચો:7 મહિનાની પ્રેગ્નેન્ટ એથ્લેટનું અદ્ભુત પ્રદર્શન, ઓલિમ્પિકમાં બતાવ્યું તેની તાકાત; નાદા હાફેઝની વાર્તા તમને ભાવુક કરી દેશે