Gandhinagar News: ગુજરાતમાં વરસાદના બ્રેકને પણ હવે બ્રેક લાગ્યો છે. પણ આવતીકાલથી હવે ધોધમાર વરસાદનો માહૌલ જામવાનો છે. હવામાન વિભાગે રાજ્યમાં કરેલી આગાહી મુજબ રાજ્યમાં ઉત્તર ગુજરાતમાં 8થી 10 ઓગસ્ટમાં બનાસકાંઠામાં અને સાબરકાંઠામાં અને દક્ષિણ ગુજરાતમાં વલસાડ અને નવસારીમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. આ સિવાય અમદાવાદ સહિતના જિલ્લાઓમાં 13 ઓગસ્ટ સુધી વરસાદ પડી શકે છે.
આ ઉપરાંત 8 ઓગસ્ટના રોજ નવસારી અને વલસાડમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. જ્યારે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, પાટણ, બનાસકાંઠા, અમદાવાદ, ગાંધીનગર, આણંદ, ખેડા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, વડોદરા, સુરત, તાપી અને ડાંગમાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.
9 ઓગસ્ટના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, ભાવનગર, ભરૂચ, સુરત, નવસારી અને વલસાડમાં ભારે વરસાદની શક્યતા છે. જ્યારે કચ્છ, પાટણ, મહેસાણા, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, જામનગર, ગાંધીનગર, અમદાવાદ, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગમાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.
10 ઓગસ્ટના રોજ, બનાસકાંઠા, સાબરકાંઠા, ભાવનગર, નવસારી અને વલસાડમાં ભારે વરસાદની શક્યતા છે. કચ્છ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટા ઉદેપુર, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નર્મદા, વડોદરા, ખેડા, આણંદ, અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી, બોટાદ, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, રાજકોટ, દેવભૂમિ દ્વારકા અને જામનગરમાં હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે.
11 ઓગસ્ટના રોજ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, મહીસાગર, દાહોદ, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે જ્યારે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરલી, ભાવનગર અને બોટાદમાં અમુક ભાગોમાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.
12 અને 13 ઓગસ્ટના રોજ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, મહીસાગર, દાહોદ, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે જ્યારે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરલી, ભાવનગર અને બોટાદમાં અમુક ભાગોમાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.
આ પણ વાંચો: BSNL સિમકાર્ડ વેચાણમાં વધારો, સમગ્ર ગુજરાતમાં લાખો ગ્રાહકો જોડાયા
આ પણ વાંચો: સાબરકાંઠા તલોદમાં પિતા-પુત્રએ સગીરા પર આચર્યુ દુષ્કર્મ
આ પણ વાંચો: વડોદરામાં વકર્યો મચ્છર અને પાણીજન્ય રોગચાળો
