Ahmedabad News/ સિવિલ હોસ્પિટલમાં 160મું અંગદાન

સિવિલ હોસ્પિટલમાં 160માં અંગદાન થયું છે. આ અંગદાનની વિગતો જોઈએ તો, અમદાવાદ નજીક રહેતા ૫૦ વર્ષીય મુસ્લિમ વયસ્કને અકસ્માતમાં  માથાના ભાગે ઇજા થતાં સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.

Gujarat Ahmedabad Breaking News

Ahmedabad News: સિવિલ હોસ્પિટલમાં 160માં અંગદાન થયું છે. આ અંગદાનની વિગતો જોઈએ તો, અમદાવાદ નજીક રહેતા ૫૦ વર્ષીય મુસ્લિમ વયસ્કને અકસ્માતમાં  માથાના ભાગે ઇજા થતાં સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.

ફરજ પરના ડોક્ટરોએ સારવાર દરમિયાન દર્દી બ્રેઇન ડેડ હોવાનું લાગતા તેમના પરિવારજનોને અંગદાન વિશે સમજાવેલ. દર્દીના પરિવારજનોને સર્વ સંમતિથી અંગદાનની સંમતિ આપતા તારીખ નવ ઓગસ્ટના રોજ તેમના અંગોનું દાન લેવામાં આવ્યું,જેમાંથી પ્રાપ્ત થયેલ બે કિડની તેમજ એક લીવર સિવિલ કેમ્પસમાં જ આવેલી કિડની હોસ્પિટલના જરૂરીયાત મંદ દર્દીઓમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવશે તેમ સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડોક્ટર રાકેશ જોષી એ જણાવ્યું હતું.

આ અંગદાન સાથે સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં કુલ 160 અંગદાતાઓ થકી કુલ 517 અંગોનું દાન મળ્યું છે જેના થકી 501 વ્યક્તિઓને નવું જીવન બક્ષવામાં સહભાગી થઈ શક્યા છીએ. ડોક્ટર જોશી એ જણાવ્યું હતું કે સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધી થયેલા કુલ 160 અંગ દાતાઓમા મુસ્લિમ સમુદાયમાંથી થયેલ આ ત્રીજું અંગદાન છે.

અંગદાન અને તેનું મહત્વ હવે સમાજના તમામ વર્ગો ધર્મ અને દરેક તબકા ના લોકો સમજતા થયા છે જેના કારણે તમામ સમુદાયમાં અંગદાનની સમજણ સર્વસ્વીકૃત બની રહી છે તેમ ડો. રાકેશ જોશી,મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટ,  સિવિલ હોસ્પિટલ અમદાવાદ એ ઉમેર્યું હતું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: મહેસાણામાં EVની બેટરીમાં થયો મોટો બ્લાસ્ટ થતા પરિવારનો અભૂતપુર્વ બચાવ

આ પણ વાંચો: પેટ્રોલ પંપ પર કામ કરતી મહિલાના ઘરે આવ્યું 20 લાખનું વીજળીનું બિલ અને પછી….

આ પણ વાંચો: “ફરજી” વેબસિરીઝ જોઈને સુરતના રત્નકાલાકારે કર્યો કાંડ