Junagadh News/ જૂનાગઢમાં શંકરાચાર્યએ બાંગ્લાદેશમાં હિંદુઓ પર હિંસા મામલે જાગૃત થવા આહ્વાહ્ન કર્યું

શંકરાચાર્યએ જણાવ્યુ કે, બાંગ્લાદેશમાં 10 હજાર હિંદુઓના ઘર સળગાવ્યા છે. હિંદુઓએ હવે એક હાથમાં ગીતા અને બીજા હાથમાં…….

Top Stories Gujarat

Junagadh News: જૂનાગઢના ભવનાથમાં ચાતુર્માસ કરવા આવેલા શંકરાચાર્યએ બાંગ્લાદેશમાં શેખ હસીનાની સરકારમાં ઉથલપાથલ મચતા હિંદુઓ પર અત્યાચાર મુદ્દે તેમજ હિંસા થવા પર પ્રતિક્રિયા આપી છે. હિંદુઓએ એક હાથમાં ગીતા અને બીજા હાથમાં તલવાર લઈ વિધર્મીઓ વિરૂદ્ધ જાગવાનું આહ્વાહન કર્યું છે.

બાંગ્લાદેશમાં હિંદુઓ જે રીતે નિશાને આવી રહ્યા છે, તેને લઈ હિંદુ ધર્મમાં સન્માનીય ગણાતા જગતગુરુ શંકરાચાર્ય નરેન્દ્રનંદ સરસ્વતી કોપાયમાન થયા હોય તેમ દેખાઈ રહ્યા છે. બાંગ્લાદેશમાં અનામત દૂર કરવાની માગ સાથે શરૂ થયેલા આંદોલનમાં હિંદુઓનો ભોગ લેવાઈ રહ્યો છે. જૂનાગઢના ભવનાથ મંદિર સ્થિત કાશીથી ચાતુર્માસ કરવા આવેલા જગતગુરુ શંકરાચાર્ય અનંત વિભૂષિત નરેન્દ્રનંદ સરસ્વતીએ હિંદુૃઓને નપુંસક ન બનવા કહ્યું હતું.

શંકરાચાર્યએ જણાવ્યુ કે, બાંગ્લાદેશમાં 10 હજાર હિંદુઓના ઘર સળગાવ્યા છે. હિંદુઓએ હવે એક હાથમાં ગીતા અને બીજા હાથમાં તલવાર લેવાનો સમય આવી ગયો છે. તેમણે બાંગ્લાદેશનો વિરોધ કરતા કહ્યું કે બાંગ્લાદેશના પીએમ કઠપૂતળી છે. તેમજ આઈએસઆઈ અને જમાતીઓને યમરાજાની સેવામાં મોકલવા જોઈએ અને શેખ હસીનાને ભારતની બહાર મોકલી દેવા જોઈએ તેમ કહી હિંદુઓના લોહીમાં જોશ પેદા કરવાનો પ્રયત્ન કર્યો હતો. હિંદુઓએ અલગ દેશની માગ કરવી જોઈએ.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગુજરાતમાં 78મા સ્વાતંત્ર્ય દિવસની કરાઈ ઉલ્લાસભેર ઉજવણી

આ પણ વાંચો:અમદાવાદથી મુંબઈ જતી ડબલ ડેકર ટ્રેનના ડબ્બા ઉતરી ગયા, દુર્ઘટના ટળી

આ પણ વાંચો:રાજ્યમાં હવામાન વિભાગે વરસાદની કરી આગાહી