@દિવ્યેશ પરમાર
Surat News: સુરતના હજીરા દરિયા કિનારેથી ફરી એક વખત 4 કરોડથી વધુની કિંમતનો ડ્રગ્સ મળી આવ્યું છે સુરત SOG પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ચરસના પેકેટ મળી આવ્યા હતા.અગાઉ પણ આ જગ્યા પરથી પોણા બે કરોડનું ચરસ ઝડપાયું હતું. ફરી એક વખત ચરસ નો એટલો જથ્થો મળી આવતા પોલીસ કામગીરીમાં જોતરાય છે અને મુદ્દા માલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે.
વખો તો વખત સુરત નવસારી વલસાડ શહીદના દરિયા કિનારે ચરસનો જથ્થો મળી આવવાની ઘટના પ્રકાશમાં આવતી હોય છે હમણાં ત્રણ દિવસ પહેલા જ સુરતના દરિયા કિનારેથી પોણા બે કરોડનું ચરસ મળી આવ્યું હતું ત્યારે ફરી એક વખત હજીરા એસાર કંપનીની પાછળના ભાગેથી આઠ કિલો જેટલું અફઘાની ચરસ મળી આવ્યું હતું.આ ચરસ ખાસ પ્રકારના પેકિંગમાં મળી આવે છે.
સવાર-નવાર આ પ્રકારે આસપાસના દરિયાઈ કાંઠા વિસ્તારમાંથી ચરસ મળી આવતા પોલીસે પણ હવે પેટ્રોલિંગ તેજ કરી દીધું છે. અને દરિયાઈ વિસ્તારમાં ખાસ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવે છે જેથી એસોજી પોલીસ આજરોજ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન હજીરા એસ્સાર કંપનીની પાછળના ભાગે અફઘાની ચરસના સાત જેટલા પેકેટ મળી આવ્યા હતા જેનું વજન આશરે 8 કિલો જેટલું સામે આવ્યું હતું આ ચરસની હાલ અંદાજિત કિંમત આપવા જઈએ તો 4 કરોડ થાય છે.
મહત્વનું છે કે જે પ્રકારે સતત દક્ષિણ ગુજરાતના દરિયાઈ કાંઠા વિસ્તારમાંથી અફઘાની ચરસ ઝડપાય છે તે કોના માટે મોકલવામાં આવી રહ્યું છે તે પણ એક મોટો પ્રશ્ન છે કારણ કે જે પ્રકારે આ ચરસને પેક કરવામાં આવે છે. એ સ્પષ્ટ કહી જાય છે કે આ ચરસ કોઈને પણ મોકલવામાં આવી રહ્યું છે.
હાલ એસ.ઓ.જી પોલીસે આ ચાર કરોડનું ચરસ જપ્ત કર્યું છે અગાઉ પણ આ જ વિસ્તારમાંથી બે કરોડ જેટલું ચરસ ઝડપાયું હતું તમામ ઝડપાયેલ ચરસ ખાસ આ પ્રકારના પેકિંગમાં જ પેક કરવામાં આવી રહ્યા છે પરંતુ હજી સુધી આ ચરસ કોને મોકલવામાં આવી રહ્યું છે તે સામે આવ્યો નથી જ્યારથી પોલીસને આ ચરસ નો જથ્થો મળી આવ્યો છે ત્યારથી દરિયાઈ કાંઠા વિસ્તારમાં અલગથી પેટ્રોલિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે.
આ પણ વાંચો:ગુજરાતમાં 78મા સ્વાતંત્ર્ય દિવસની કરાઈ ઉલ્લાસભેર ઉજવણી
આ પણ વાંચો:અમદાવાદથી મુંબઈ જતી ડબલ ડેકર ટ્રેનના ડબ્બા ઉતરી ગયા, દુર્ઘટના ટળી
આ પણ વાંચો:રાજ્યમાં હવામાન વિભાગે વરસાદની કરી આગાહી
