Congress leader/ અનામત મામલે કોંગ્રેસ નેતાઓના કેન્દ્ર પર પ્રહાર, UPSCમાં નિમણૂંક પર ઉઠાવ્યા સવાલ

અનામતને લઈને કોંગ્રેસે કેન્દ્ર પર નિશાન સાધ્યું. હાલમાં UPSCમાં નિમણૂંક કરવામાં આવેલ ભરતીને લઈને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓએ કેન્દ્ર પર પ્રહાર કર્યા છે

Top Stories India Breaking News

Delhi News: અનામત (Reservation)ને લઈને કોંગ્રેસે (Congress) કેન્દ્ર (Central) પર નિશાન સાધ્યું. હાલમાં UPSCમાં નિમણૂંક કરવામાં આવેલ ભરતીને લઈને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓએ કેન્દ્ર પર પ્રહાર કર્યા છે. પવન ખેરા (Pawan Khera) અને મલ્લિકાર્જુન ખરગે  (Mallikarjun Kharge) જેવા દિગ્ગજ નેતાઓએ અનામતનો મુદ્દો ઉઠાવતા Xમાં લખ્યું કે રાહુલજી સાચું કહે છે ભારત સરકારમાં નીતિ બનાવનાર 90માંથી ફકત ત્રણ સચિવ અનામત વર્ગથી આવે છે.

Pawan Khera predicts Congress' return to power in Rajasthan - The Statesman

Know about the New Congress President

આજે મોદી સરકારે લેટરલ એન્ટ્રી દ્વારા કેન્દ્રમાં જોઈન્ટ સેક્રેટરી, ડિરેક્ટર્સ અને ડેપ્યુટી સેક્રેટરીની ઓછામાં ઓછી 45 જગ્યાઓ ભરવા માટે જાહેરાત બહાર પાડી છે. શું તેમાં SC, ST, OBC અને EWS અનામત છે? સુનિયોજિત કાવતરાના ભાગરૂપે ભાજપ જાણીજોઈને એવી રીતે ભરતી કરી રહ્યું છે કે એસસી, એસટી અને ઓબીસી વર્ગોને અનામતથી દૂર રાખી શકાય. બીજું, યુપીમાં 69,000 સહાયક શિક્ષકોની નિમણૂકમાં અનામત કૌભાંડ હવે હાઈકોર્ટના નિર્ણયથી ખુલ્લું પડી ગયું છે.

માર્ચ 2024 માં, શ્રી રાહુલ ગાંધીએ દલિત અને પછાત વર્ગ અનામત કૌભાંડ અંગે વડા પ્રધાનને પત્ર લખીને વંચિત ઉમેદવારોનો અવાજ ઉઠાવ્યો હતો. યોગી સરકારે ઉમેદવારો સાથે અન્યાય કરીને આ પદો ભર્યા હતા, જેમાં તેમની પાસેથી દલિતો અને પછાત વર્ગોના અનામતનો બંધારણીય અધિકાર છીનવાઈ ગયો હતો.

બીજેપીના સાથી પક્ષના કેન્દ્રીય મંત્રીએ નોકરીમાં અનામતમાં ગોટાળા તરફ સરકારનું ધ્યાન શા માટે દોર્યું હતું. ભારતના બંધારણમાં સમાવિષ્ટ આર્થિક, સામાજિક અને રાજકીય ન્યાયની જોગવાઈઓનો સંપૂર્ણ અમલ કરવો જરૂરી છે. આથી કોંગ્રેસ પાર્ટી સામાજિક ન્યાય માટે જાતિ ગણતરીની માંગ કરી રહી છે.

હાલમાં કેન્દ્રસરકારે યુપીએએસસીમાં કેટલીક જગ્યાઓ પર ભરતી કરી. યુપીએસસીમાં 45 જગ્યાઓ પર નિમણૂંક કરવામાં આવી તેમાં અનામત વર્ગમાંથી કોઈને સ્થાન ના મળતા કોંગ્રેસ કેન્દ્રની નીતિ ખુલ્લી પાડી અનામત બચાવો-આરક્ષણ બચાવાને લઈને અવાજ ઉઠાવ્યો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અયોધ્યામાં રામ પથ-ભક્તિ પથ પર લગાવેલી 3800બેમ્બૂ લાઇટ અને 36 ગોબો પ્રોજેક્ટર લાઇટની ચોરી

આ પણ વાંચો: અયોધ્યાના રામ મંદિરમાં આટલો મોટો ખજાનો ક્યાંથી આવ્યો? દાનપેટીએ સંવેદનાને આંચકો આપ્યો

આ પણ વાંચો:અયોધ્યા ગેંગરેપ મામલે રાજકારણ ગરમાયું, અખિલેશે DNA ટેસ્ટની કરી માંગ