Gujarat News/ છેલ્લા બે મહિનામાં વ્યાજખોરોની વિરૂધ્ધમાં 565 વ્યાજખોરો વિરૂધ્ધ કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવી  

વ્યાજખોરો સામેનુ અભિયાન માત્ર એક  બે મહિના માટે નથી, દાનવો સામેની લાંબી લડાઇ છે.ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી રાજ્યમાં એક પણ વ્યક્તિનો ભોગ વ્યાજનું આ દુષણ ન લે તેવી પરિસ્થિતિનું નિર્માણ કરવા રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા.

Gujarat Top Stories

Harsh Sanghvi: વ્યાજખોરો સામેનુ અભિયાન માત્ર એક  બે મહિના માટે નથી, દાનવો સામેની લાંબી લડાઇ છે.ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી રાજ્યમાં એક પણ વ્યક્તિનો ભોગ વ્યાજનું આ દુષણ ન લે તેવી પરિસ્થિતિનું નિર્માણ કરવા રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા તા.31મી જુલાઇ 2024ની સ્થિતિએ છેલ્લા બે માસમાં વ્યાજખોરોની વિરૂધ્ધમાં 565 વ્યાજખોરો વિરૂધ્ધ કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવી  ગુજરાતમાં વ્યાજખોરોની વિરૂધ્ધ કરવામાં આવેલી કાનૂની કાર્યવાહી સંદર્ભે વિધાનસભા ગૃહમાં પુછાયેલા ટુંકી મુદતના પ્રશ્નનો જવાબ આપતા ગૃહ રાજ્ય મંત્રી  હર્ષ સંઘવીએ જણાવ્યુ હતું કે, રાજ્યમાં અનેક સામાન્ય, મધ્યમ તથા ગરીબ વર્ગના પરિવારો ઘરનો પ્રસંગ સાચવવા, બાળકોના ભાવી સુરક્ષિત કરવા ઉચ્ચ શિક્ષણ માટે કે સંતાનોને વિદેશ મોકલવા સહિતના કારણોસર ક્યારેક ઉંચા વ્યાજે ધિરાણ લઇ વ્યાજખોરોના ચક્રવ્યુહમાં ફસાઇ જાય છે. વ્યાજખોરોની ચુંગાલમાંથી આવા પરિવારોને મુક્ત કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ ગૃહ વિભાગની સુચનાથી ગુજરાત પોલીસે વિશેષ ડ્રાઇવના આયોજન કર્યા હતા. આ અભિયાન માત્ર એક બે મહિના માટે જ નથી, આ તો દાનવો સામેની લાંબી લડાઇ છે.

માણસ જ્યારે વ્યાજના વિષચક્રમાં ફસાઈ જાય છે ત્યારે પોતાના સગા-સબંધી અને મિત્રો અંતર રાખી લે છે, લોકો દૂર ભાગે છે. તેવા સંજોગોમાં એક માત્ર આપણા નરેન્દ્ર મોદીએ વિવિધ યોજનાઓ જેવી કે(1) પ્રધાનમંત્રી મુદ્રા યોજના (2) બાજપાઇ બેન્કેબલ લોન યોજના (3) પી.એમ.સ્વનિધિ યોજના (4) કિસાન સાથી યોજના (5) પર્સલન લોન યોજના (6) મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના (7) વડાપ્રધાન રોજગાર નિર્માણ કાર્યક્રમ (8) દંત્તોપંત ઠેગડી કારીગર વ્યાજ સહાય યોજના (9) જયોતિ ગ્રામોદ્યોગ વિકાસ યોજના (10) માનવ કલ્યાણ યોજના (11) ઔદ્યોગીક સહકારી મંડળીની પેકેજ યોજના હેઠળ લોકોને લોન અપાવી છે. ફકત વર્ષ-2023માં જે લોકો વ્યાજખોરીમાં બરબાદ થઈ ગયા છે તેવા લાચાર અસહાય લોકોને મદદ કરવા માટે જુદી જુદી બેંકોની મદદથી રાજ્યના 38 પોલીસ જીલ્લાઓમાં લોન મેળાઓનું આયોજન કરી 21,978 લોકોને રૂ.262 કરોડની લોન અપાવવાનું ભગીરથ કામ કરવામાં આવ્યુ છે. સમગ્ર રાજ્યમાં ડ્રાઇવ દરમિયાન યોજાયેલા લોક દરબાર અંગે પુછાયેલા પુરક પ્રશ્નનો પ્રત્યુત્તર આપતા મંત્રીએ કહ્યુ કે, રાજ્યના લોકો અને પોલીસ તંત્ર વચ્ચેનું અંતર ઘટે અને મુક્ત મને પોતાની ફરિયાદ પોલીસ અધિકારીઓ અને તંત્ર સામે રજૂ કરે શકે તે માટે લોકદરબારનું આયોજન કરવામાં આવે છે. વ્યાજના ધંધા સાથે સંકળાયેલા લોકોથી નાગરિકો નિર્ભય બનીને ફરીયાદ કરવા આગળ આવે અને તેમને સરકારની ધિરાણની અન્ય યોજનાઓ વિશે માહિતી મળે તે ઉદ્દેશ સાથે આ કાર્યક્રમો યોજાય છે. તા.21/06/2024 થી તા.31/07/2024 સુધીની વ્યાજખોરો વિરૂધ્ધની ઝુંબેશ દરમ્યાન સમગ્ર રાજ્યમાં કુલ-1648 લોકદરબારો યોજવામાં આવ્યા હતા. જેમાં 74,848 લોકો હાજર રહ્યા હતા.

ગુજરાત નશાબંધી સુધારા વિધેયક ઉપર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રજૂ જવાબ કર્યો. દારૂ ની હેરફેર માં પકડાયેલી ગાડીઓ વેચવા બાબતે કર્યું ગૃહમાં ખુલાસો હરાજી થી વેચેલા ગાડીની રકમ ગરીબ વંચિત્તો ના વિકાસ માટે વપરાશે આ સામાજિક દૂષણ દૂર કરવા આવતીકાલે 116 ની ચર્ચા ગૃહમાં થશે, હર્ષ સંઘવી નો હુંકાર ગિફ્ટ સિટી માં દારૂ ની પરમિશન અને મહેફિલ બાબતે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી નો ખુલાસો રાજ્યના યુવાનો જીન્સ પેન્ટ પહેરી દાઢી રાખે તે બધા ડ્રગીસ્ટ નથી હોતા યુવાનો માટે રાજનીતિ ના હોવી જોઈએ ગૃહમાં હર્ષ સંઘવી એ વ્યક્ત કર્યો આક્રોશ આ કાયદો દારૂ બંધી નાં કડક અમલવારી માટે બનાવ્યો છે આ બિલ નીર વિરોધે પસાર કરવામાં આવે તેવી હર્ષ સંઘવી એ કરી અપીલ ગુજરાત નશાબંધી સુધારા વિધેયક ને સવૉનુમતે મંજૂર કરવામાં આવ્યું


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગુજરાતના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીના પિતાનું નિધન

 આ પણ વાંચો: “હર ઘર તિરંગા”અભિયાનનું રાજ્યભરમાં ભવ્ય આયોજન કરાશે , રમતગમત અને યુવક સેવા મંત્રી હર્ષ સંઘવી

આ પણ વાંચો:કચ્છ કોંગ્રેસના નેતાએ મહિલા કર્મચારીની ખુરશી ખેંચી લેતા વિવાદ સર્જાયો, હર્ષ સંઘવીએ ઘટનાને વખોડી