Surat News: ગુજરાતના ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીના પિતા રમેશચંદ્ર સંઘવીનું નિધન થયું છે. તેઓ લાંબા સમયથી બીમાર હતા. તેઓ છેલ્લા ત્રણ દિવસથી સુરતની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા. તેઓ હીરાના કારોબાર સાથે જોડાયેલા હતા. તેમને ત્રણ દિવસથી ICUમાં દાખલ રાખવામાં આવ્યા હતા.
ઘણા સમયથી રમેશભાઈ સંઘવી બીમાર રહેતા હતા. કોરોનાકાળ બાદ તેમને સારવાર માટે હૈદરાબાદ પણ ખસેડવાયા હતા. જો કે છેલ્લા ત્રણ દિવસથી સુરતની યુનિક હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. તેમના નિધનના સમાચાર સાંભળીને પરિવારજનો હોસ્પિટલમાં પહોંચી રહ્યા છે. પિતાની ખરાબ તબિયતના પગલે છેલ્લા ત્રણ દિવસથી ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ પોતાના તમામ કાર્યક્રમો રદ કરી દીધા હતા.
રમેશભાઈ સંઘવી અનેક સેવાભાવી કાર્યો સાથે સંકળાયેલા હતા. તેઓ હીરાના વ્યવસાય સાથે અને અનેક સેવાભાવી સંસ્થાઓ સાથે જોડાયેલા હતા. જૈન સમાજનમાં સેવાભાવી વ્યક્તિ તરીકે તેમની આગવી ઓળખ હતી. સુરતના ઉમરામાં આજે સાંજે 5 વાગ્યે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
આ પણ વાંચો: હર્ષ સંઘવી પહોંચ્યા ગાંધીનગર FSL, DNA ટેસ્ટની કામગીરીની સમીક્ષા કરી
આ પણ વાંચો: હર્ષ સંઘવીનું તડને ફડઃ પોલીસ ન સાંભળે તો સીધો મને કોલ કરજો
આ પણ વાંચો: લવજેહાદના મુદ્દે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીના આકરા પ્રહારો