Sports News: ભારતીય ક્રિકેટ સ્ટાર શિખર ધવને Shikhar Dhawan આંતરરાષ્ટ્રીય ક્રિકેટ International Cricket અને સ્થાનિક ક્રિકેટમાંથી Domestic Cricket નિવૃત્તિ Retirement લેવાનો નિર્ણય કર્યો છે. શિખર ધવને સોશિયલ મીડિયા પર એક વીડિયો જાહેર કરીને પોતાના નિર્ણય વિશે ખુલાસો કર્યો છે. શિખર ધવન ટીમમાં ગબ્બર તરીકે પ્રખ્યાત હતો.

શિખર ધવન IPL 2024માં પંજાબ કિંગ્સ તરફથી રમતા જોવા મળ્યો હતો, પરંતુ ઈજાના કારણે ઘણી મેચો રમી શક્યો ન હતો. જો કે, શિખર આઈપીએલ 2025માં રમતા જોઈ શકાય છે કારણ કે તેણે આઈપીએલમાંથી નિવૃત્તિ વિશે તેના વીડિયોમાં કંઈ કહ્યું નથી.

વીડિયો પોસ્ટ કરતી વખતે શિખાને લખ્યું- હું મારી ક્રિકેટ સફરના આ પ્રકરણનો અંત કરી રહ્યો છું, હું મારી સાથે અગણિત યાદો અને કૃતજ્ઞતા લઈને જઈ રહ્યો છું. પ્રેમ અને સમર્થન બદલ આભાર! જય હિન્દ…
As I close this chapter of my cricketing journey, I carry with me countless memories and gratitude. Thank you for the love and support! Jai Hind! 🇮🇳 pic.twitter.com/QKxRH55Lgx
— Shikhar Dhawan (@SDhawan25) August 24, 2024
આ પણ વાંચો:વિનેશ ફોગટની અપીલ ફગાવી, ભારતની સિલ્વર મેડલ મેળવવાની આશા ઠગારી નીવડી
આ પણ વાંચો:‘વિનેશ ફોગટને પેરિસ ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ મળશે…જ’
