Paris Olympics 2024: વિનેશ ફોગટને પેરિસ ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ મળશે જ’ તેમ વિનેશ ફોગટના વકીલ સિંઘાનિયાએ દાવો કર્યો છે. પેરિસ ઓલિમ્પિકમાં વિનેશ ફોગટને મેડલ આપવાને લઈને CASમાં કેસ ચાલી રહ્યો છે. દરમ્યાન વિનેશ ફોગટના વકીલ સિંઘાનિયાએ દાવો કર્યો છે કે ઓલિમ્પિકની રેસલર ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ મળશે જ. સિંઘાનિયાનું કહેવું છે કે સામાન્ય સંજોગોમાં CAS 24 કલાકમાં નિર્ણય લઈ લે છે પરંતુ વિનેશના મામલાં ચુકાદામાં થતો વિલંબ એ બતાવે છે કે નિર્ણય તેમના પક્ષમાં આવશે.
![]()
પેરિસ ઓલિમ્પિક 2024 સમાપ્ત થયા બાદ હવે ભારતીય ટીમ દેશ પરત ફરી રહી છે. ટીમ આજે મંગળવારે (13 ઓગસ્ટ) વતન વાપસી કરશે. પરંતુ સ્ટાર રેસલર વિનેશ ફોગાટ આ દિવસે ઘરે પરત નહીં ફરે. મોટી વાત એ છે કે વિનેશના સિલ્વર મેડલ અંગેનો નિર્ણય આજે (13 ઓગસ્ટ) લેવાનો છે. વિનેશ બીજા દિવસે એટલે કે બુધવારે (14 ઓગસ્ટ) ભારત આવી શકે છે.
તમને જણાવી દઈએ કે પેરિસ ઓલિમ્પિક 26 જુલાઈથી 11 ઓગસ્ટ સુધી યોજાઈ હતી. આ માટે 117 સભ્યોની ભારતીય ટીમ પેરિસ ગઈ હતી જેમાંથી મોટાભાગના ખેલાડીઓ પરત ફર્યા છે. પરંતુ પીઆર શ્રીજેશ અને મનુ ભાકર સહિત અન્ય તમામ એથ્લેટ્સ અને ભારતીય ટુકડી, જેઓ સમાપન સમારોહમાં ‘પરેડ ઓફ નેશન્સ’ માટે ભારતીય ધ્વજવાહક હતા, તેઓ મંગળવારે (13 ઓગસ્ટ) ના રોજ દેશ પરત ફરશે.
આ પણ વાંચો:ધ્યાન ભટકાવી રહી હતી સુંદર સ્વિમર, પાછા ફરવાનું કહેવામાં આવ્યું…શું છે સમગ્ર મુદ્દો
આ પણ વાંચો:ભારત-શ્રીલંકાની મેચ બાદ ICC એક્શનમાં, ફિક્સિંગને લઈ માંગ્યો જવાબ
આ પણ વાંચો:વિનેશ ફોગટનું ઓલિમ્પિકમાંથી બહાર થવું શું ખરેખર ષડયંત્ર ?
