Bhavnagar News/ ગ્રીન શિપ રિસાઇકલિંગને પ્રોત્સાહન આપી કાર્બન ફૂટપ્રિન્ટમાં 90 ટકા ઘટાડો કરાશેઃ ભુપેન્દ્ર પટેલ

ભાવનગરના અલંગ ખાતે શીપ રિસાયકલિંગ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન (SRIA) દ્વારા આયોજિત સન્માન સમારોહમાં સંબોધન કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, પીએમ મોદીના વિકસિત ભારત@2047ના સંકલ્પમાં પોર્ટ લેડ ડેવલપમેન્ટ અને શિપ રિસાયક્લીંગ ઉદ્યોગોના વિકાસથી વિકસિત ગુજરાત બનાવવાનો રાજ્ય સરકારનો ધ્યેય છે.

Gujarat Others Breaking News

Bhavnagar News: ભાવનગરના અલંગ ખાતે શીપ રિસાયકલિંગ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન (SRIA) દ્વારા આયોજિત સન્માન સમારોહમાં સંબોધન કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, પીએમ મોદીના વિકસિત ભારત@2047ના સંકલ્પમાં પોર્ટ લેડ ડેવલપમેન્ટ અને શિપ રિસાયક્લીંગ ઉદ્યોગોના વિકાસથી વિકસિત ગુજરાત બનાવવાનો રાજ્ય સરકારનો ધ્યેય છે.

તેમણે જણાવ્યું હતું કે નરેન્દ્રભાઈના માર્ગદર્શનમાં ગુજરાતે કાર્ગો પોર્ટ સંચાલન, સી-ફૂડ ઉત્પાદન અને શિપ રિસાઇક્લીંગ ક્ષેત્રે નોંધપાત્ર વિકાસ કર્યો છે. આવનારા સમયમાં અલંગ ખાતે ગ્રીન શિપ રિસાયકલીંગને પ્રોત્સાહન આપીને કાર્બન ફૂટપ્રિન્ટમાં લગભગ ૯૦% ઘટાડો કરવાનો રાજ્ય સરકારનો નિર્ધાર છે. એમ તેમણે ઉમેર્યું હતું.

વાયબ્રન્ટ ગુજરાત સમિટ માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘદ્રષ્ટિની પ્રશંસા કરતા તેમણે ઉમેર્યું કે, 2003માં શરૂ થયેલી વાયબ્રન્ટ ગુજરાત સમિટને પરિણામે દુનિયાભરની ટોચની ઇન્ડસ્ટ્રીઝ ગુજરાતમાં કાર્યરત છે. અલંગનું શીપ બ્રેકિંગ યાર્ડ પણ વિશ્વસ્તરીય સુવિધાઓથી સજ્જ બને તે માટે અહીંના ઉદ્યોગકારોને નડતી નાની-મોટી સમસ્યાઓ નિવારવા અને અલંગની પ્રગતિને ગતિ આપવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. આ ઉપરાંત પોર્ટનો વિસ્તાર વધારવા માટે સરકારે તલસ્પર્શી આયોજન કર્યું હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.

ગરીબો અને વંચિતોના વિકાસને સરકારનો ધ્યેય ગણાવતા તેમણે ઉમેર્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશના દરેક નાગરિક માટે ભોજન, આવાસ અને આરોગ્યની ચિંતા કરી છે. જેના પરિણામે ગુજરાત વિકાસના રોલ મોડલ અને ગ્રોથ એન્જીન તરીકે આગળ વધી રહ્યું છે. તમામ નાગરિકોને પડતી મુશ્કેલીઓનું યોગ્ય અને ત્વરિત નિરાકરણ લાવવા તેમણે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ભાવનગરના શિપબ્રેકિંગ-હીરા ઉદ્યોગના પ્રશ્નો સંસદમાં ઉઠ્યા

આ પણ વાંચો: અવ્વલ રહેશે અલંગ ! નવા વર્ષે અનેક વિક્રમ સ્થપાય તેવી સંભાવના

આ પણ વાંચો: યુદ્ધ જહાજ INS વિરાટની અંતિમ સફર/ મુંબઈ ડોક પરથી અલંગ શિપ બ્રેકીંગ યાર્ડ તરફ રવાના