AHmedabad News : ઓનલાઈન ક્રિકેટ સટ્ટા બેટીંગ અને શેરબજારના ડબ્બા ટ્રેડીંગની ગેરકાયદે પ્રવૃતિમાંસંડોવાયેલા અને દુભઈથી ઝડપી લેવાયેલા દિપક ઉર્ફે ડીલક્ષ ધીરજલાલ ઠક્કરને પ્રત્યાર્પણ મારફતે દુબઈથી અમદાવાદ લાવવામાં આવ્યો છે. આ કેસની તપાસ કરી રહેલી. સ્ટેટ મોનીટરીંગ સેલ(અસએમસી) દ્વારા અહીં લાવ્યા બાદ તેની ધરપકડ કરીને કોર્ટમાં હાજર કરાયો હતો. જેમાં તેને 7 સપ્ટેમ્બર 2024 સુધીની પોલીસ કસ્ટડી મલી હતી.
-દરમિયાન પોલીસે આરોપી દિપક ઠક્કરના ઘરની ઝડતી લેતા તેના ઘરમાંથી રોકડા રૂ.4,50,000 મળી આવ્યા હતા.
વધુ તપાસમાં તેના અને તેના કુટુંબીજનોના નામે અમદાવાદ તથા ગુજરાતમાં વિવિધ ઠેકાણે અનેક મિલકતો હોવાનું બહાર આવ્યું છે.જેમાં અમદાવાદમાં પકવાન ચાર રસ્તા પાસે ટાઈટેનીયમ વન બિલ્ડીંગમાં બે ઓફિસો આવેલી છે. તે સિવાય સાયન્સ સિટી રોડ પર બેબીલોન ક્લબ પાછળ 3600 વારનો એક પ્લોટ ધરાવે છે. ભુયંગદેવ ચાર રસ્તા પેસ કાલુપુર બેન્કમાં તથા સતાધાલ ચાર રસ્તા પાસે કોટક મહિન્દ્રા બેન્કમાં લોકર ધરાવે છે. ઉપરાંત ડીસામાં પાટણ રોડ પર ત્રણ વર્ષથી સીએનજી ગેસનો પંપ પણ ધરાવે છે. ડીસામાં નીલકમલ સોસાયટીમાં 1200 ફૂટના ત્રણ પ્લોટ ધરાવે છે.ડીસામાં જ રાજકમલ પાર્કમાં 1375 ફૂટ જગ્યામાં તેના અને તેની પત્નીના સંયુક્ત નામે કાન આવેલું છે.
પાલનપુર હાઈવે પર ડીસન્ય હોટેલ પાસે 4950 ફૂચટનો પ્લોટ ધરાવે છે.એપીએમસી ડીસા અને ભાભરમાં એક એક દુકાન ધરાવે છે. ભાભર ખાતે 11 વિઘા અને ડીસામાં 11 વીઘા જમીન ધરાવે છે. ઠક્કરની ડીસામાં પણ 11 વીધા ખેતીની જમીન આવેલી છે. તે સિવાય તેની પાસે હોન્ડા કંપનીની બ્રીઓ તથા ટોયેટો કંપનીની ઈનોવા કાર છે. દુબઈમાં તેની પાસે નિષાન કંપીનીન કાર હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. હાલમાં એસએમસીના વડા નિર્લિપ્ત રાટ અને ડીવાયએસપી કે.ટી.કામરીયાના માર્ગદર્શન હેઠળ આ મિલ્કતો અંગે વધુ તપાસ ચાલી રહી છે.
