Banaskantha/ મંતવ્ય ન્યૂઝના અહેવાલની અસર, ધાનેરામાં સફાઈ કામગીરી હાથ ધરાઈ

રાજ્યમાં વરસાદના બીજા રાઉન્ડમાં ઉત્તર ગુજરાત વરસાદમાં તરબોળ થઈ ગયું છે. બનાસકાંઠા, સાબરકાંઠા, મહીસાગર, પાટણ વગેરે જીલ્લાઓમાં ભારેથી

Top Stories Gujarat Breaking News

Banaskantha News: બનાસકાંઠાના (Banaskantha) ધાનેરામાં (Dhanera) મંતવ્ય ન્યૂઝના (Mantavya News) અહેવાલ બાદ ધારદાર અસર જોવા મળી છે. મસ્જિદ સામે એક મહિનાથી વરસાદી પાણી ભરાયા હતી, જેથી સ્થાનિકોને હાલાકી ભોગવવી પડતી હતી. મંતવ્ય ન્યૂઝના અહેવાલ બાદ તંત્ર સફાળું જાગ્યું છે અને સફાઈ કામગીરી હાથ ધરી છે.

રાજ્યમાં વરસાદના બીજા રાઉન્ડમાં ઉત્તર ગુજરાત વરસાદમાં તરબોળ થઈ ગયું છે. બનાસકાંઠા, સાબરકાંઠા, મહીસાગર, પાટણ વગેરે જીલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ થતાં ખેડૂતો અને લોકો મુશ્કેલીમાં મૂકાઈ ગયા હતા. કેટલાયના ઢોરઢાંખર તણાઈ ગયા છે. કાચા મકાનો, રસ્તાઓનું સતત ધોવાણ થતાં વાહનવ્યવહાર પણ બંધ થઈ ગયો હતો. ત્યારે બનાસકાંઠા જીલ્લાના ધાનેરા તાલુકામાં છેલ્લા એક મહિનાથી સતત વરસાદને કારણે ઘર, મંદિર, મસ્જિદની નજીક પાણી ભરાઈ જવાની ઘટનાઓ સામે આવી હતી.

વહીવટીતંત્રને અનેક ફરિયાદો બાદ તંત્ર ન જાગતા મંતવ્ય ન્યૂઝે ગ્રામજનોને પડતી મુશ્કેલીના અહેવાલ રજૂ કર્યા હતા, જેની હવે ધારદાર અસર જોવા મળી છે. વહીવટી તંત્રએ હવે મસ્જિદની આસપાસ ભરાયેલા પાણીને સાફ કરવાની કામગીરી શરૂ કરી છે. પાણી ભરાવાથી સતત મચ્છરોનો ઉપદ્રવ વધતા રોગચાળાનું જોખમ ઊભું થયું હતું. ગંભીર બિમારીઓ પણ ફેલાઈ શકે છે, જેથી સાફસફાઈ થવાની હવે શરૂઆત થઈ ગઈ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:બનાસકાંઠામાં ખાડાથી લોકો ત્રાહિમામ, ભાભર પોલીસે ખાડા પૂર્યા

આ પણ વાંચો:બનાસકાંઠામાં વિધાનસભા અધ્યક્ષ આકરા પાણીએ, કોન્ટ્રાક્ટરોને નબળી કામગીરી બદલ આપી ચેતવણી

આ પણ વાંચો:જૈન સમાજની સાધ્વીની છેડતી કરવા મામલે બનાસકાંઠા પોલીસ એક્શનમાં