Mahesana News: મહેસાણામાં (Mahesana) રેલ્વે સ્ટેશને (Railway Station) માતાપિતા બાળકીને તરછોડીને જતા રહેતા ચકચાર મચી છે. ફૂલ જેવી માસૂમ બાળકીને તરછોડી દેવાના કેટલાયે કિસ્સાઓ સામે આવતા હ્રદય દ્રવી ઉઠે છે. એક તરફ સરકાર બેટી બચાવો બેટી પઢાઓ, ક્ન્યાના શિક્ષણ માટે માતબર રકમ ફાળવે છે, તો બીજી બાજુ નવજાત બાળકીને તરછોડી દેવાના કિસ્સા સામે આવી રહ્યા છે.
આવો જ એક કિસ્સો મહેસાણામાં બન્યો છે. મહેસાણાનાં રેલ્વે સ્ટેશનના પ્લેટ ફોર્મ નંબર 4 અને 5 પર માસૂમ બાળકી મળી આવતા ચકચાર મચી ગઈ છે. બાળકીને એમ્બ્યલન્સ મારફતે હોસ્પિટલમાં ખસેડાઈ છે. બાળકીના માતા-પિતા કોણ છે અને તેને અહીં કોણ લાવ્યું તેની પોલીસ તપાસ થઈ રહી છે.

મળતી વિગતો પ્રમાણે માસૂમ બાળકીને અહીં કોણ મૂકી ગયું હશે, તેના માતા પિતા કોણ છે અ અંગે લોકોમાં ચર્ચાઓ થઈ રહી છે. બાળકી મળી આવતા રેલ્વે પોલીસને ઘટનાની જાણ કરવામાં આવી છે. નવજાત બાળકીને કોણ મૂકી ગયું હશે તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે. તેને તાત્કાલિક સારવાર માટે દવાખાનામાં ખસેડાઈ છે.
આ અગાઉ પણ ગુજરાતના વિવિધ શહેરોમાં બાળકીને તડછોડી દેવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા હતા. સુરતના પાંડેસરા વિસ્તારમાં નવજાત બાળકી મળી આવી હતી. તો ડિસાના ગાયત્રી મંદિર વિસ્તારમાંથી મંદિરના પગથિયે 14 મહિનાની બાળકીને કોઈ મૂકીને જતું રહ્યું હતું. માર્ચ મહિનામાં અમદાવાદ શહેરના કાલુપુર રેલ્વે સ્ટેશનના પ્લેટ ફોર્મ નંબર 6 પર લોકશક્તિ ટ્રેનના જનરલ ડબ્બામાંથી મળી આવતા લોકોમાં ચકચાર મચી જવા પામી હતી. માસૂમ બાળકીને અહીં કોણ મૂકી ગયું હશે, તેના માતા પિતા કોણ છે અંગે લોકોમાં ચર્ચાઓ થઈ રહી હતી, બાળકી મળી આવતા રેલ્વે પોલીસને ઘટનાની જાણ કરવામાં આવી હતી.
આ પણ વાંચો:ગ્વાલિયર સ્ટેશન પર ત્રણ બાળકોને તરછોડીને માતાપિતા ગાયબ
આ પણ વાંચો:મોઢેથી મા શબ્દ બોલે તે પહેલા જ માતા-પિતાએ દીકરાને તરછોડીને થયા રફુચક્કર
