Pamchmahal News: પંચમહાલમાં ગોધરા નીટ (NEET) પ્રકરણમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. ષડયંત્રના ભાગરૂપે સીસીટીવી ગોઠવવામાં આવ્યો હોવાનો ખુલાસો થયો છે. બધા વિસ્તાર કવર ન થાય તે રીતે સીસીટીવી ગોઠવાયા હોવાનું કહેવાયું છે. ચોરી સરખી રીતે થાય તે માટે સીસીટીવી સરખા ગોઠવાયા ન હતા. જય જલારામ સ્કૂલમાં આયોજનબદ્ધ રીતે ષડયંત્ર રચાયું હતું. સીબીઆઈ તપાસમાં આ ષડયંત્ર આયોજનબદ્ધ રીતે રચાયું હોવાનો પર્દાફાશ થયો હતો. પાંચ આરોપી સામે સ્પેશ્યલ કોર્ટમાં ચાર્જશીટ દાખલ થઈ છે.
ગોધરામાં થયેલા નીટ પરિક્ષા કૌભાંડ મામલે સમગ્ર મામલો CBI દ્વારા તપાસમાં લીધા બાદ હવે ફરી એકવાર CBIની ટીમ ગોધરા સર્કિટ હાઉસ ખાતે આવી હતી. CBIના 6 અધિકારીઓ દ્વારા તપાસનો દોર આગળ વધારીને વધુ લોકોની પુછપરછ કરાઈ રહી હોવાની વિગતો જાણવા મળી છે. CBIના પાંચ અધિકારીઓ ગોધરા કલેક્ટર કચેરી ખાતે આવ્યા છે. જેમાંથી ચાર પુરુષ અને એક મહિલાના નિવેદનો લેવામાં આવ્યા હોવાની વિગતો જાણવા મળી છે.
ગોધરા ખાતે નીટ પરીક્ષામાં ચોરી કરાવવાના ષડયંત્ર રચવાના કેસમાં CBI તપાસ તેજ બની છે. CBIના છ અધિકારીઓ તેમજ કર્મચારીઓ ગોધરા સર્કિટ હાઉસ ખાતે આવ્યા હતા. આવી પહોંચી ગોધરા સર્કિટ હાઉસ ખાતે CBIના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા આ કેસને લગતા વ્યક્તિઓને પૂછપરછ માટે ગોધરા સર્કિટ હાઉસ બોલાવાયા હતા. આ મામલે CBI દ્વારા તુષાર ભટ્ટ, આરિફ વોરા, પરશુરામ રોય, વિભોર આનંદ ,પુરુષોત્તમ શર્મા અને છેલ્લે શાળા સંચાલક દિક્ષીત પટેલની અટકાયત કરાઈ હતી. હાલમાં CBI દ્વારા 8000 પાનાની ચાર્જશીટ રજૂ કરાઈ છે. આરોપીઓના વકીલને પણ પેન ડ્રાઈવમાં તેની નકલ આપવામાં આવી છે.
આ પણ વાંચો: આજે દેશભરમાં યોજાશે નીટ-PG પ્રવેશ પરીક્ષા
આ પણ વાંચો: નીટ યુજી: અમદાવાદ-રાજકોટના વિદ્યાર્થીઓને 700થી વધુ માર્ક આવતા ચર્ચા
આ પણ વાંચો: નીટ પરીક્ષામાં ચોરીઃ પરીક્ષાના દિવસના સીસીટીવી ફૂટેજ સાથે પોલીસ ટીમ પરત ફરી
