Gandhinagar News/ 11મી વેસ્ટર્ન રિજનલ પોલીસ કો-ઓર્ડિનેશન બેઠકનું આયોજન

અગિયારમી વેસ્ટર્ન રિજનલ પોલીસ કો-ઓર્ડીનેશન (પશ્ચિમ ઝોન પ્રાદેશિક પોલીસ સંકલન) કમિટીની બેઠક આજે પોલીસ ભવન, ગુજરાત ખાતેથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી યોજાઈ હતી. ગુજરાત રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં યોજાયેલી આ વર્ચ્યુઅલ બેઠકમાં ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ગોવા, દાદરા નગર હવેલી, દીવ-દમણ અને મધ્યપ્રદેશ રાજ્યના ડીજીપી રેન્કના ઉચ્ચ પોલીસ અધિકારીઓ જોડાયા હતા.

Gujarat Gandhinagar Breaking News

Gandhinagar News: અગિયારમી વેસ્ટર્ન રિજનલ પોલીસ કો-ઓર્ડીનેશન (પશ્ચિમ ઝોન પ્રાદેશિક પોલીસ સંકલન) કમિટીની બેઠક આજે પોલીસ ભવન, ગુજરાત ખાતેથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી યોજાઈ હતી. ગુજરાત રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં યોજાયેલી આ વર્ચ્યુઅલ બેઠકમાં ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ગોવા, દાદરા નગર હવેલી, દીવ-દમણ અને મધ્યપ્રદેશ રાજ્યના ડીજીપી રેન્કના ઉચ્ચ પોલીસ અધિકારીઓ જોડાયા હતા અને પ્રિવેન્શન-ડિટેકશન કામગીરીમાં ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ સહિતના અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર તલસ્પર્શી ચર્ચા કરવામાં આવી હતી.

ગુજરાત રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે જણાવ્યું હતું કે, રાજ્યો વચ્ચે આંતરિક સંકલન ખૂબ જરૂરી છે. ગુનાઓને અંકુશમાં રાખવા તથા ગુનાખોરીના પ્રિવેન્શન-ડિટેકશન કામગીરીમાં આવી પરિષદો-બેઠકો અત્યંત મહત્વનો ભાગ ભજવે છે. અલગ અલગ રાજ્યો દ્વારા અપનાવવામાં આવતી ટેકનોલોજી તથા પદ્ધતિઓ (બેસ્ટ પ્રેક્ટિસીઝ) અંગે માહિતગાર થઈ તેનો અન્ય રાજ્યોમાં અનુસરણ કરવા માટે પણ આ પ્રકારની બેઠકની સાથોસાથ ઇન્ટર સ્ટેટ કો-ઓર્ડીનેશન ખૂબ મહત્વપૂર્ણ સાબિત થાય છે. તે ઉપરાંત વર્તમાન પડકારો સામે ડીલ કરવા માટે આ બેઠક માર્ગદર્શક બની રહે છે.

નોંધનીય છે કે, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના વિઝન હેઠળ વર્ષ 2015થી ડીજીપી સાથે નેશનલ લેવલની કો-ઓર્ડીનેશન કોન્ફરન્સ અને ત્યાર બાદ વર્ષ-2016થી આ પ્રકારની ઝોનલ કોન્ફરન્સ શરૂ કરવામાં આવી હતી. તેના અંતર્ગત આજે 11મી વેસ્ટર્ન રિજનલ પોલીસ કો-ઓર્ડીનેશન કમિટીની બેઠકનું ગુજરાત પોલીસ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત પોલીસ દ્વારા આજે ત્રીજી વખત વેસ્ટર્ન રિજનલ પોલીસ કો-ઓર્ડીનેશન કમિટીની બેઠક આયોજિત થઈ છે.

ગુજરાત પોલીસ રીફોર્મ્સ એડીજીપી ડૉ. નિરજા ગોટરુ દ્વારા સમગ્ર પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું. કોન્ફરન્સ દરમિયાન સાયબર ક્રાઇમ પ્રીવેન્શન, ઇન્ટર સ્ટેટ કો-ઓર્ડીનેશન, બોર્ડર મેનેજમેન્ટ, કન્વિકશન રેટ વધારવા માટેના પગલાઓ, ત્રણ નવા ફોજદારી કાયદાઓના અસરકારક અમલીકરણ, ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ સહિતના વિવિધ મુદ્દાઓ પર ઊંડાણપૂર્વક ચર્ચાઓ કરવામાં આવી હતી.

આ બેઠકમાં ગુજરાત પોલીસમાંથી લૉ એન્ડ ઓર્ડર ડીજીપી શમશેર સિંઘ, સી.આઇ.ડી ક્રાઇમ એડીજીપી રાજકુમાર પાંડિયન, પી એન્ડ એમ એડીજીપી ખુરશીદ અહેમદ સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીશ્રીઓ તેમજ મહારાષ્ટ્ર, રાજસ્થાન, ગોવા, દાદરા નગર હવેલી, દીવ-દમણ અને મધ્યપ્રદેશ રાજ્યના ડીજીપી-એડીજીપી કક્ષાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ વર્ચ્યુઅલ માધ્યમથી ઉપસ્થિત રહ્યા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: શહેરમાં ચૂંટણીને પોલીસ બંદોબસ્ત ગોઠવાયો, સ્ટેટ પોલીસે શહેર માટે ફાળવી ખાસ ટીમ

આ પણ વાંચો: બોગસ બિલિંગ મામલે સ્ટેટ જીએસટી વિભાગ અને ભાવનગર પોલીસે આધાર કૌભાંડનો કર્યો પર્દાફાશ, 20 શખ્સ સામે ફરિયાદ નોંધાઈ

આ પણ વાંચો: ડાઘુઓ બની સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે પાડયા દરોડા મહિસાગરના લુણાવાડા નજીક SMCની ટીમના દરોડા રૂરલ અને ટાઉન પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં દરોડા સંતરામપુર રોડ પર કરન