Ahmedabad News/ ગુજરાતમાં દારૂ ચાખીને પણ વાહન ચલાવ્યું તો તમારી ખેર નથી

ગુજરાત દારૂ ચાખીને પણ વાહન ચલાવ્યું તો તમારી ખેર નથી, આ શબ્દ છે ગુજરાત હાઇકોર્ટના. અકસ્માતના કિસ્સામાં ગુજરાત હાઇકોર્ટે નિયત માત્રામાં જ દારૂ પી ચલાવતા હોવાની દલીલને ફગાવી દેતા જણાવ્યું હતું કે બીજા રાજ્યોનો ચોક્કસ માત્રમાં દારૂ પીને વાહન ચલાવવાનો નિયમ તે રાજ્યનો છે,

Gujarat Ahmedabad Breaking News

Ahmedabad News:  ગુજરાત દારૂ ચાખીને પણ વાહન ચલાવ્યું તો તમારી ખેર નથી, આ શબ્દ છે ગુજરાત હાઇકોર્ટના. અકસ્માતના કિસ્સામાં ગુજરાત હાઇકોર્ટે નિયત માત્રામાં જ દારૂ પી ચલાવતા હોવાની દલીલને ફગાવી દેતા જણાવ્યું હતું કે બીજા રાજ્યોનો ચોક્કસ માત્રમાં દારૂ પીને વાહન ચલાવવાનો નિયમ તે રાજ્યનો છે, પણ ગુજરાતમાં તો દારૂ ચાખીને પણ વાહન ચલાવ્યું અને અકસ્માત થયો તો તમારી ખેર નથી. તેથી તેના હેઠળ જે જવાબદારી આવતી હશે તેની ચૂકવણી કરવી જ પડશે.

ગુજરાત હાઈકોર્ટે વાહન માલિકની નિયત માત્રામાં દારૂ પીને વાહન ચલાવતા હોવાથી રાહત આપવાની અરજીને ફગાવી દીધી હતી અને તેને અકસ્માત વીમો ચૂકવવા માટે જવાબદાર ઠેરવ્યો હતો. બનાસકાંઠાના પાલનપુરથી અંબાજી વચ્ચે ચાલતી ટેક્સી નવેમ્બર 2016માં અકસ્માતનો ભોગ બની હતી, જેમાં ત્રણ લોકો ઘાયલ થયા હતા અને તેઓએ વળતરનો દાવો કર્યો હતો.

મોટર એક્સિડન્ટ ક્લેઈમ ટ્રિબ્યુનલે વીમા કંપની અને વાહન માલિકને સંયુક્ત રીતે જવાબદાર ગણાવ્યા. ટ્રિબ્યુનલે નિર્ણયમાં કહ્યું હતું કે, એવું સાબિત થયું નથી કે કાર ચલાવતી વખતે ડ્રાઈવર દારૂના નશામાં હતો. વીમા કંપનીએ આ નિર્ણયને હાઈકોર્ટમાં પડકાર્યો હતો. એફઆઈઆર, ચાર્જશીટ, ફોરેન્સિક રિપોર્ટના આધારે એ સાબિત થયું કે અકસ્માત સમયે ડ્રાઈવર નશામાં હતો. આ પ્રસંગે ડ્રાઇવર દ્વારા એવી દલીલ કરવામાં આવી હતી કે લોહીમાં માત્ર 30 મિલિગ્રામ આલ્કોહોલ જોવા મળ્યો હતો, જે મર્યાદામાં છે. વીમા કંપનીના વકીલે દલીલ કરી હતી કે ગુજરાતમાં દારૂ પર સંપૂર્ણ પ્રતિબંધ છે અને કાયદા હેઠળ દારૂ પીવાની પરવાનગી નથી, તેથી ચોક્કસ મર્યાદામાં પણ દારૂ પીવાની પરવાનગી નથી.

હાઈકોર્ટના જસ્ટિસ સંદીપ ભટ્ટે ચુકાદામાં જણાવ્યું હતું કે, ગુજરાત બહારના રાજ્યમાં દારૂના જથ્થાને ધ્યાનમાં લઈ શકાય છે, પરંતુ ગુજરાતમાં દારૂ પર સંપૂર્ણ પ્રતિબંધ હોવાથી અમુક જથ્થાને પણ મંજૂરી આપી શકાતી નથી, તેથી વીમા કંપની નથી વળતર ચૂકવવા માટે જવાબદાર. કોર્ટે એમ પણ કહ્યું કે ચાર્જશીટ અને ફોરેન્સિક રિપોર્ટ દર્શાવે છે કે અકસ્માત સમયે ડ્રાઈવર નશામાં હતો. અકસ્માતનો કેસ ક્લિયર થઈ જાય તો પણ કાર ઈન્સ્યોરન્સ કંપની વળતર ચૂકવવાની જવાબદારીમાંથી છટકી શકે નહીં, તેથી કોર્ટે વીમા કંપનીને વીમો ચૂકવવા અને પછી વાહન માલિક પાસેથી વસૂલ કરવાનો આદેશ આપ્યો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: મોરબી બ્રિજ દુર્ઘટનામાં માતા-પિતા ગુમાવનારી દીકરીઓની ભણવા-લગ્નની જવાબદારી કંપનીની, ગુજરાત હાઇકોર્ટનો આદેશ

આ પણ વાંચો: પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના નિયંત્રણમાં કશું નથીઃ દ્વારકામાં સોડાએશના મામલે ઝાટકણી કાઢતી ગુજરાત હાઇકોર્ટ

આ પણ વાંચો: ગુજરાત હાઇકોર્ટ RTO અને ટ્રાફિક પોલીસ સામે આકરા પાણીએ