Banaskantha/ ભાદરવી પૂનમના મેળાનું થયું સમાપન, અંબાજી મંદિરને મળ્યું અધધધ… સોનાનું દાન

ભાદરવી પૂનમના મેળામાં મંદિરની દાનપેટીમાંથી લાખો રૂપિયાની સોનાની લગડી મળી આવી.

Top Stories Gujarat Others

Ambaji Temple News: અંબાજી મંદિરમાં ભાદરવી પૂનમના મેળાનું ધૂમધામપૂર્વક સમાપન થયું. અંબાજી ખાતે 12 સપ્ટેમરથી 17 સપ્ટેમ્બર દરમ્યાન ભાદરવી પૂનમના મેળાની ઉલ્લાસપૂર્વક ઉજવણી થઈ. આ મેળામાં ભક્તોએ મા અંબા પ્રત્યે પોતાની શ્રદ્ધાની શક્તિ બતાવી. મેળામાં મંદિરને અધધ… સોનાનું દાન મળ્યું. ભાદરવી પૂનમના મેળામાં મંદિરની દાનપેટીમાંથી લાખો રૂપિયાની સોનાની લગડી મળી આવી.

આજથી અંબાજી મંદિરમાં થશે ત્રણ આરતી અને મા અંબાના ત્રણ રૂપના દર્શન: જાણો  મંદિરના આરતી સમયમાં થયો ફેરફાર - મુંબઈ સમાચાર

મહત્વનું છે કે બનાસકાંઠાના દાતા ખાતે આવેલ અંબાજી મંદિર ફક્ત ગુજરાત જ નહિ દુનિયાભરમાં પ્રસિદ્ધ છે. માતા જગત જનની મા અંબાજીના મંદિરમાં ભાદરવી પૂનમના મેળાનું ખાસ મહત્વ છે. આ મેળા દરમ્યાન ભક્તો પગપાળા ચાલી માતાના દર્શનનો લહાવો લે છે. અંબાજી મંદિરમાં આ વખતે ભક્તોનો ભારે ધસારો જોવા મળ્યો. 2 લાખથી પણ વધુ ભક્તોએ મેળા દરમ્યાન અંબાજી મંદિરની મુલાકાત લીધી. મંદિરમાં ભક્તોની ભીડ ઉપરાંત દાનપેટી પણ છલકાઈ.

Change in timings of darshan and aarti | દર્શન અને આરતીના સમયમાં ફેરફાર:  અંબાજી મંદિરમાં આવતીકાલથી લઈ 6 જુલાઈ 2024 સુધી માતાજીનો અન્નકૂટ થઈ શકશે  નહીં - Ambaji News ...

ભાદરવી પૂનમના મેળાનું સમાપન થતા મંદિરનો ભંડારો ખોલવામાં આવ્યો. ભાદરવી પૂનમના મેળામાં અંબાજી મંદિરને લાખો રૂપિયા સાથે સોનાનું દાન મળ્યું. મંદિરની દાનપેટીમાં અજાણ્યા દાતાઓ દ્વારા સોનાનું દાન કરવામાં આવ્યું. દાનપેટીમાં 234 ગ્રામ 970 મિલી ગ્રામ સોનાની ભેટ મળી. સોનાની લગડીનું વજન અંદાજે 250 ગ્રામ છે. આ ઉપરાંત એક ભક્ત દ્વારા 100 ગ્રામ વજનની સોનાની 10 લગડી મંદિરમાં ભેટ ધરવામાં આવી. આ 10 લગડી ચુંદડીમાં બાંધેલી હતી. આ સોનાની કિમંત અંદાજે 70 થી 75 લાખ હોવાનું મનાય છે. મંદિરને સુવર્ણ દાન ઉપરાંત લાખો રૂપિયાની ભેટ મળી.

ઉલ્લેખનીય છે કે અંબાજી મંદિરને સોનેથી મઢવામાં આવી રહ્યું છે. ભક્તો પણ સેવાનો લાભ લેવા મંદિરને સોનાનું દાન કરી રહ્યા છે. મંદિરને સોને મઢવાની કામગીરી ચાલુ છે ત્યારે અજાણ્યા ભક્તો દ્વારા મંદિરની દાનપેટીમાં સોનાનું દાન કરવામાં આવ્યું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:  SMC ચકચારિત લીલ કૌભાંડ તમામ આરોપીઓ શંકાના લાભે નિર્દોષ

આ પણ વાંચો: રાજકોટમાં SMCની મોટી કાર્યવાહી, જાણો કેવી રીતે લાખોની કિંમતનો દારૂ ઝડપ્યો

આ પણ વાંચો: અમદાવાદમાં SMCએ દારૂનો જથ્થો ઝડપ્યો, બેની ધરપકડ, અન્ય ફરાર