Mahesana News/ મહેસાણાના વિસનગરમાં ખેતરમાંથી બાજરીનો ઊભો પાક ચોરાયો

મહેસાણામાં ખેતરમાંથી બાજરીનો ઊભો પાક ચોરાયો છે. વિસનગરના સુશી ગામ પાસે ઊભા પાકની ચોરી થઈ છે. એક વીઘા જમીનમાંથી બાજરીના પાકની ચોરી થઈ છે. તસ્કરો ખેતરમાં વાવણી કરેલી બાજરી કાપીને લઈ ગયા છે. ખેડૂત અમથા પટેલે અજાણ્યા તસ્કરો સામે ચોરીની ફરિયાદ નોંધાવી છે.

Gujarat Others Breaking News

Mahesana News: મહેસાણામાં ખેતરમાંથી બાજરીનો ઊભો પાક ચોરાયો છે. વિસનગરના સુશી ગામ પાસે ઊભા પાકની ચોરી થઈ છે. એક વીઘા જમીનમાંથી બાજરીના પાકની ચોરી થઈ છે. તસ્કરો ખેતરમાં વાવણી કરેલી બાજરી કાપીને લઈ ગયા છે. ખેડૂત અમથા પટેલે અજાણ્યા તસ્કરો સામે ચોરીની ફરિયાદ નોંધાવી છે.

વિસનગર શહેરના પોલીસ સ્ટેશનમાં આ ફરિયાદ નોંધવામાં આવી છે. ફરિયાદ નોંધાવવાના પગલે ખેડૂતના ત્યાં થયેલી આ ચોરી સમગ્ર વિસનગરમાં ચોરે અને ચૌટે ચર્ચાનો વિષય બની છે. આખી એક વીઘા જમીનમાં પાક લણણી કરીને લઈ ગયા. આવી ચોરી ભાગ્યે જ થતી જોવા મળે છે. ખેડૂતને તેની મહિનાઓની મહેનત અને તેનું વળતર માથે પડ્યા છે.

વિસનગરની પોલીસ પણ આ પ્રકારની ફરિયાદથી આશ્ચર્ય પામી ગઈ છે. આ પ્રકારે પાકની ચોરીના બનાવ દાયકાઓ પહેલાં બનતા હતા. દાયકાઓ પછી આ પ્રકારની ચોરી બની છે. પોલીસ પણ આ પ્રકારના બનાવની તપાસ લાગી ગઈ છે. પોલીસનું માનવું છે કે આ પ્રકારનો પાક ચોરવા માટે કોઈએ રીતસર મિની ટ્રકનો ઉપયોગ કર્યો છે. આ ઉપરાંત ખેતીમાં લણણી માટે ઉપયોગમાં લેવાતા અત્યાધુનિક સાધનોનો પણ ઉપયોગ કર્યો છે.

આખો તૈયાર પાક ચોરાતા પોલીસે સમગ્ર જિલ્લામાં લોડિંગ વાહનો અને મિની ટ્રકો પર નજર રાખવાનું શરૂ કર્યુ છે. તેણે તેની સાથેના રોડ અને નજીકના વિસ્તારના સીસીટીવી ફૂટેજ પણ મંગાવ્યા છે, જેથી આ પ્રકારનું લોડિંગ વાહન ગયું હોય તો તેમા જોવા મળે. તેણે વિસનગર શહેરના સીસીટીવી ફૂટેજ પણ મંગાવ્યા છે. પોલીસે વિશ્વાસ વ્યક્ત કર્યોછે કે ટૂંક સમયમાં અમે પાકની ચોરી કરનારા ચોરને પકડી લઈશું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: મહેસાણા નગરપાલિકા પંપિંગ સ્ટેશનની 25 જેટલી મોટરો ચોરી થતા સર્જાયો વિવાદ

આ પણ વાંચો: મહેસાણા: ઊંઝા શ્રી નાથજી રેસિડેન્સીના બંધ મકાનમાં ચોરી

આ પણ વાંચો: મહેસાણાના ઊંઝા અને વિજાપુરમાં 11 પેઢીઓમાં કરચોરી, સ્ટેટ GSTની તપાસમાં ઝડપાઇ કરચોરી, તમાકુ-જીરુંની 12 પેઢીઓમાં સ્ટેટ GSTનું સર્ચ ઓપરેશન, ઊંજણી 10 વિજાપુરની 2 પેઢીમાં GST વિભાગની