Ahmedabad News: અમદાવાદમાં નબીરા બેફામ બન્યા છે. અમદાવાદમાં ફરીથી તથ્યકાંડ જેવી ઘટના બનતાબનતાં રહી ગઈ છે. અમદાવાદમાં વૈષ્ણોદેવી અડાલજ રોડ પર આવેલા ત્રિમંદિર પાસે ગઈકાલે રાત્રે કાર ચાલકે બે લોકોને ટક્કર મારી, કાર ચાલક ત્યાંથી ભાગીને ચાંદખેડા વિસ્તારમાં પહોંચ્યો, જ્યાં તેણે એક વ્યક્તિનું અપહરણ પણ કર્યું. અથડામણ બાદ ભાગી રહેલા કાર ચાલકનો સ્થાનિક લોકોએ પીછો કર્યો હતો. બંને યુવાનો નશાની હાલતમાં હોવાના ગંભીર આક્ષેપો લોકોએ કર્યા હતા.
લોકોએ યુવાનને મેથીપાક આપ્યો
આખરે સ્થાનિક લોકોએ કાર ચાલકને પકડી લીધો હતો. જો કે તે સમયે કારમાં બે યુવકો હતા પરંતુ એક યુવક તકનો લાભ ઉઠાવી નાસી જવામાં સફળ રહ્યો હતો. લોકોએ અન્ય યુવકને મેથીપાક આપ્યો હતો. ગંભીર રીતે ઘવાયેલાઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. કારમાંથી દારૂની બોટલ મળી આવી. બનાવની જાણ થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર ચાલકની અટકાયત કરી અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ હવે આ કિસ્સામાં અકસ્માતની સાથે બૂટલેગરનો એન્ગલ પણ ચકાસી રહી છે.
આ ઉપરાંત પાટણ-સિદ્ધપુર નેશનલ હાઇવે પર પણ અકસ્માત થયો હતો. લક્ઝરી બસ અને કાર વચ્ચે અકસ્માત થયો હતો. તેમા કારમાં સવાર ત્રણ વ્યક્તિઓને ગંભીર ઇજાઓ થઈ ગઈ છે. ઇજાગ્રસ્તોને સિદ્ધપુર સિવિલમાં સારવાર આપવામાં આવી છે. આ ઉપરાંત સારવાર અર્થે ઇજાગ્રસ્તોને પાટણના ધારપુરમાં ખસેડાયા છે. લક્ઝરી બસે ચાર રસ્તા પર ટર્ન લેવા જતાં આ અકસ્માત સર્જાયો હતો. પૂરઝડપે આવતી કાર લક્ઝરી બસને અથડાઈ હતી. ઇજાગ્રસ્તોને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો: અમદાવાદમાં BRTS રૂટમાં દોડતી બસે રાહદારીને ઉડાવ્યો, શહેરમાં અકસ્માતોની હારમાળા સર્જાઈ
આ પણ વાંચો: અમદાવાદમાં મોડી રાત્રે અકસ્માતમાં એકનું મોત
આ પણ વાંચો: અમદાવાદમાં પેલેડિયમ મોલ નજીક સર્જાયો અકસ્માત, એકનું મોત
