Rajkot News : રાજકોટમં જયદીપ દેવડાની દારૂના કેસમાં સંડોવણીને પગલે આ મામલો ગરમાયો છે. તપાસમાં દારૂનો જથ્થો જયદીપ દેવડા મંગાવતો હોવાનું બહાર આવ્યું છે. જ્યારે મીત દેવડા અને પ્રયંક દારૂનું વેચાણ કરતા હોવાનું બહાર આવ્યું છે. હાલમાં જયદીપ દેવડા ફરાર છે અને તે પકડાયા બાદ દારૂ ક્યાંથી આવતો હતો તેનું રહસ્ય ખુલશે. જયદીપ દેવડાની દારૂના કેસમાં સંડોવણીને પગલે ભાજપ તેની સામે પગલે લેશે તેવી ચર્ચા છે.
2019માં જયદીપ દેવડાએ પોલીસ પર હૂમલો કર્યો હતો. જયદીપે પોલીસ પર હૂમલો કરતો પોલીસે સરઘસ કાઢ્યું હતું. જયદીપ દેવડા વોર્ડ નંબર 14ના ભાજપના બક્ષીપંચ મોરચાનો પ્રમુખ છે. બીજીતરફ ગુનાહિત ઈતિહાસ ધરાવતા જયદીપ દેવડાને ભાજપ સંગઠ્ઠનમાં સ્થાન કેવી રીતે અપાયું તેની સામે સવાલો ઉઠ્યા છે.

આ પણ વાંચોઃ ભાવનગર શહેરમાં ફાયર સેફ્ટી વિહોણી 44 કચેરીઓને નોટિસ ફટકારાઈ
આ પણ વાંચોઃ ગુજરાત યુનિવર્સિટી બનાવમાં વાઈસ ચાન્સેલરનો નવો દાવો
આ પણ વાંચોઃ ગુજરાત યુનિવર્સિટીમાં થયેલી મારામારી બાદ સરકાર એક્શન મોડમાં
