Rajkot News : રાજકોટના જસદણમાં છેલ્લા ત્રણ વર્ષતી ફરાર આરોપીની પોલીસે અંતે ધરપકડ કરી છે. રાજકોટના દેવપરા ગામમાં થયેલી હત્યાના કેસમાં આરોપી ફરાર હતો. પોલીસે માહિતીને આધારે વિઁછીયા બાયપાસ નજીકથી આરોપી અમિતકુમાર શીશારામ જાજડીયાની ધરપકડ કરી હતી. એલસીબી પોલીસે તેની ધરપસડ કરી હતી. આરોપી મુળ રાજસ્થાનનો વતની હોવાનું પોલીસે જણાવ્યું હતચું. તેણે 2021માં એક વૃધ્ધની હત્યા કરી નાંખી હતી.
હત્યા બાદ તે ફરાર થઈ ગયો હતો. આરોપીએ વૃધ્ધને હની ટ્રેપમાં ફસાવી લૂંટી લેવાનો પ્લાન બનાવ્યો હતો અને બાદમાં હત્યા કરી નાંખી હતી. આરોપી મુળ રાજસ્થાનના ચીડાવા તાલુકાના ધોવલા ગામનો રહેવાસી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. 2021માં થયેલી વૃધ્ધની હત્યાના આ કેસમાં પોલીસે સાત આરોપીની ધરપકડ કરી હતી. જોકે જેણે હત્યા કરી હતી તે અમિતકુમાર ફરાર હતો.
પોલીસે સાત આરોપીની ધરપકડ કરી ત્યારે તેમની પાસેતી સાત લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જ્યારે મુખ્ય આરોપીને પકડવા માટે રૂ.10,000નું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચોઃ ભાવનગર શહેરમાં ફાયર સેફ્ટી વિહોણી 44 કચેરીઓને નોટિસ ફટકારાઈ
આ પણ વાંચોઃ ગુજરાત યુનિવર્સિટી બનાવમાં વાઈસ ચાન્સેલરનો નવો દાવો
આ પણ વાંચોઃ ગુજરાત યુનિવર્સિટીમાં થયેલી મારામારી બાદ સરકાર એક્શન મોડમાં
