Banaskantha Accident/ ભાભરમાં ટ્રકે રીક્ષાને અડફેટે લેતા સર્જાયો અકસ્માત, એકનું મોત

બનાસકાંઠા (Banaskantha)ના ભાભરમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો. ભાભરમાં ટ્રકે રીક્ષાને અડફેટે લેતા અકસ્માત સર્જાયો.

Top Stories Gujarat Others

Banaskantha News: બનાસકાંઠા (Banaskantha)ના ભાભર (Bhabhar)માં ગમખ્વાર અકસ્માત (Accident) સર્જાયો. ભાભરમાં ટ્રકે રીક્ષાને અડફેટે લેતા અકસ્માત સર્જાયો. આ ગમખ્વાર અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નિપજયું. જ્યારે એક વ્યક્તિ ઘાયલ થયો. અકસ્માતમાં ઇજા પામેલ વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. ટ્રક અને રીક્ષાનો અકસ્માત થતા સ્થાનિકો દોડી આવ્યા. સતર્ક નાગરિકે તાત્કાલિક 108 અને પોલીસને બનાવની જાણ કરી. જેના બાદ પોલીસ ઘટનાસ્થળ પર પંહોચી તપાસ હાથ ધરી. 108 એમ્બ્યુલન્સ આવતા ડોક્ટરોએ અકસ્માતના સ્થળે જ ઘાયલને પ્રાથમિક સારવાર આપી હતી. જો કે તેની હાલત ગંભીર હોવાથી વધુ સારવાર અર્થે ઇજાગ્રસ્તને હોસ્પિટલ મોકલવામાં આવ્યો.

સ્થાનિક પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં ટ્રક ચાલકની બેદરકારીના લીધે અકસ્માત થયો હોવાની શંકા છે. જો કે પોલીસ સ્થાનિકો અને રોડ પરના સીસીટીવી ફૂટેજના આધારે અકસ્માતના કારણોની તપાસ કરી રહી છે. અકસ્માતમાં મૃત્યુ પામેલ વ્યક્તિને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. પોસ્ટમોર્ટમ પછી પોલીસ મૃત્યુ પામેલાઓની ઓળખ કરીને તેમનો મૃતદેહ તેમના સગાસંબંધીઓને સોંપશે. આ ઉપરાંત પોલીસ ડ્રાઇવર નશામાં હતો કે નહીં તેની પણ ચકાસણી કરશે. આ માટે છેલ્લે આ વાહન જ્યાં રોકાયું હતું તે સ્થળ પણ જીપીએસની મદદથી શોધીને આગળની કાર્યવાહી કરવામાં આવશે.

માધવ સીટી પાસે ભરુચક બજારમાં ટ્રકે રીક્ષાને લીધી અડફેટે લેતા અકસ્મતા બન્યો. રિક્ષા ચાલક સાંજના સમયે કડિયા કામ કરી ને પરત ફરતા અકસ્માતનો ભોગ બન્યો. મુતક 41 વર્ષીય પ્રતાપ જી ઠાકોર હીરાપુરા ગામના હોવાનું સામે આવ્યું. ભાભર પોલીસે અકસ્માતનો ગુન્હો નોંધી તપાસ શરૂ કરી. 41 વર્ષીય ઠાકોરનું અકસ્માતમાં મોત થતા ઠાકોર સમાજ અને ગામમાં અરેરાટી જોવા મળી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: બનાસકાંઠામાં ટ્રક ચાલકો અને RTO કર્મીઓ વચ્ચે બબાલ

આ પણ વાંચો: બનાસકાંઠામાં ભૂસ્તર વિભાગની ગાડીમાં GPS ટ્રેકર લગાવનારાની ધરપકડ

આ પણ વાંચો: બનાસકાંઠામાં ખેડુતો જમીન મુદ્દે આકરા પાણીએ