Navsari News: નવસારીમાં (Navsari) વાંસદામાં (Vansada) દીપડાનો આતંક (Leapord) યથાવત છે. દિનપ્રતિદિન દક્ષિણ ગુજરાતમાં (South gujarat) દીપડાઓ ખુલ્લેઆમ ફરતા જોવા મળ્યા છે. જંગલ નજીક આવેલા ગામડાઓમાં દીપડાના આંટાફેરાથી લોકોમાં ફફડાટ ફેલાઈ જાય છે. દીપડાના આંટાફેરાથી લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. ઉપસળ ગામે દીપડાએ 6 વર્ષની બાળકી પર હુમલો કરતા ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલ ખસેડાઈ છે. અગાઉ પણ દીપડાએ બાળકી પર હુમલો કર્યો હતો. બે દિવસમાં દીપડાએ બે બાળકી પર હુમલો કરતા ગામના લોકોમાં ભય ફેલાયો છે. તાત્કાલિક વનવિભાગની ટીમને જાણ કરવામાં આવી હતી, વન વિભાગના ઓફિસરો ઘટનાસ્થળે પહોંચી દીપડાના પાંજરે પૂરવા કવાયત શરૂ કરી હતી.
હજુ સપ્તાહ પહેલા જ નસીલપોર ગામમાં બે દિવસ અગાઉ રાત્રિના સમયે દીપડાએ રહેણાંક વિસ્તારમાં ઘૂસી આતંક મચાવ્યો હતો. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને (Forest Department) દીપડો રેસ્ક્યુ કરવામાં સફળતા ન મળતા દીપડાએ ઘર નજીક કેટલાક લોકો પાછળ દોડતા હુમલો કરતા જોવા મળ્યો હતો, આ ઘટનાનાં સીસીટીવી સામે આવતા કેટલાક ઘાયલ થયાનું જાણવા મળ્યું હતું.

થોડા સમય અગાઉ રાજકોટમાં (Rajkot) ગ્રામ્ય વિસ્તારમાં દીપડાએ વાછરડાનું મારણ કર્યાની ઘટના સામે આવી હતી. આ બનાવની વનવિભાગને જાણ કરવામાં આવી હતી. જીવાપર ગામમાં બાબુભાઈ મેરના વાડામાં દીપડો ત્રાટક્યો હતો અને વાછરડાનો શિકાર કર્યો હતો. પશુના મારણથી અને ગામમાં દીપડો હોવાની જાણ થતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.
ભાવનગરમાં પાલિતાણાના રાજવાડી વિસ્તારમાં દીપડાએ ગત રાત્રિએ 12 ઘેટાને ફાડી ખાધા હતા. રહેણાંક વિસ્તારમાં દીપડાના આતંકથી સ્થાનિકો ભયભીત થયા હતા. જેમાં રોજગારી પર નિર્ભર માલધારીઓને પ્રાણીના આતંકથી ઘણું નુકસાન થયું હતું.
રાજકોટના (Rajkot) ઉપલેટામાં (Upleta) દીપડાના (Leopard) આતંકથી ડરનો માહોલ ફેલાયો છે. ઉપલેટાના કેરાળા ગામે માલધારીની ભેંસ ઉપર દીપડાએ હુમલો કર્યો હોવાનું જાણવા મળ્યું છે. ગઢાળા કેરાળા વિસ્તારમાં ઘણા સમયથી દીપડાનો આતંક મચ્યો છે. વન વિભાગ દ્વારા દીપડાને પકડવા પાંજરું મૂકવામાં આવ્યુ હતું.
આ પણ વાંચો:ભાવનગરમાં દીપડાનો કહેર, 12 ઘેટાને ફાડી ખાધા
આ પણ વાંચો:મેંદરડામાં દીપડાએ બાળકને ફાડી ખાતા ઘટનાસ્થળે જ થયું મોત
આ પણ વાંચો:વડોદરાના ડભોઇમાં કેવડિયા દોડતી ટ્રેનની અડફેટે આવતા દીપડાનું મોત
