Ambalal Patel Forecast/ ગુજરાતમા ઓક્ટોબરમાં ફૂંકાશે વાવાઝોડુઃ અંબાલાલ પટેલ

જરાતમાં ઓક્ટોબરમાં વાવાઝોડું (Cyclone) ફૂંકાશે તેવી આગાહી અંબાલાલ પટેલે કરી છે. સામાન્ય રીતે ઓક્ટોબરમાં બંગાળના ઉપસાગરમાં વાવાઝોડા સર્જાતા હોય છે, પરંતુ ચાલુ વર્ષે ઓક્ટોબર મહિનામાં અરબ સાગરમાં વાવાઝોડાની સંભાવના છે.

Gujarat Ahmedabad Breaking News

Ahmedabad News: ગુજરાતમાં ઓક્ટોબરમાં વાવાઝોડું (Cyclone) ફૂંકાશે તેવી આગાહી અંબાલાલ પટેલે કરી છે. સામાન્ય રીતે ઓક્ટોબરમાં બંગાળના ઉપસાગરમાં વાવાઝોડા સર્જાતા હોય છે, પરંતુ ચાલુ વર્ષે ઓક્ટોબર મહિનામાં અરબ સાગરમાં વાવાઝોડાની સંભાવના છે. તેના લીધે પાંચમી ઓક્ટોબરથી રાજ્યના હવામાનમાં પલ્ટો આવી શકે છે અને દક્ષિણ ગુજરાતમાં હળવો વરસાદ થઈ શકે છે.

સાતમીથી 12મી ઑક્ટોબરમાં અરબ સાગરમાં હલચલ જોવા મળશે અને 12મીથી 18મી ઑક્ટોબરના વાવાઝોડું સક્રિય થવાની શક્યતા છે. આ વાવાઝોડાનો માર્ગ ઓમાન તરફ રહેતો હોય છે. પરંતુ ઓમાન તરફનો માર્ગ રહેવાની શક્યતા ઘટી છે. પરંતુ જેટ ધારાના કારણે પશ્ચિમ સૌરાષ્ટ્ર માર્ગ થઈને કચ્છના ભાગોમાં થઈ પાકિસ્તાન તરફનો માર્ગ રહેવાની શક્યતા છે. બંગાળની ખાડીમાં 22મી ઑક્ટોબરથી વાવાઝોડું સક્રિય થશે અને વાવાઝોડાની અસર દરિયાકાંઠાના વિસ્તારોમાં જોવા મળશે.

ગુજરાતમાં હાલ મેઘરાજાએ વિરામ લીધો છે. પરંતુ નવરાત્રિના પાવન પર્વ દરમિયાન હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. તેમની આગાહી અનુસાર, આગામી દિવસોમાં રાજ્યના હવામાનમાં બદલાવ આવશે. જેના કારણે વરસાદની પણ શક્યતાઓ રહેશે.

ચોથી ઑક્ટોબરથી સાતમી ઑક્ટોબર સુધી દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.  સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યના અન્ય જિલ્લાઓમાં આ દિવસો દરમિયાન વરસાદ નડશે નહીં અને ખેલૈયાઓ આ નવરાત્રિમાં મન મૂકીને ગરબે ઘૂમી શકશે. આમ ચોમાસુ નવરાત્રિ બગાડશે તેવો ડર હતો તે ડર અસ્થાને નીવડ્યો છે. હાલમાં તો નવરાત્રિ સુખરુપ પૂરી થાય તેમ લાગે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ખેલૈયાઓ માટે અંબાલાલ પટેલે કરી વરસાદની નવી આગાહી

આ પણ વાંચો: નવરાત્રિમાં પણ ઇન્દ્રદેવની સવારી રહેશે જારીઃ અંબાલાલ પટેલ

આ પણ વાંચો: ભારે વરસાદ બાદ હવે ગાત્રો ઘ્રુજાવતી ઠંડીનો સામનો કરવા તૈયાર રહો: અંબાલાલ પટેલ