Mehsana News/ મહેસાણામાં પ્રેમલગ્ન કરનાર યુવાનને નવરાત્રિના ચોકમાં જ માર માર્યો

મહેસાણા (Mehsana)માં પ્રેમ લગ્ન (Love Marriage) કરનાર યુવાનને માર મારવામાં આવ્યો.

Top Stories Gujarat Others

Mehsana News: મહેસાણા (Mehsana)માં પ્રેમ લગ્ન (Love Marriage) કરનાર યુવાનને માર મારવામાં આવ્યો. કડીના રોહિત વાસમાં યુવાન ગરબા રમતો હતો ત્યારે 5 ઇસમો દ્વારા માર મરાયો. યુવતીના પરિવારની મંજૂરી વગર પ્રેમલગ્ન કર્યા હોવાથી યુવાનની પીટાઈ થઈ. સાસરીપક્ષના સભ્યોએ યુવાનને માર મારતા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધવામાં આવી.

ઘટનાની પ્રાપ્ત વિગત મુજબ કડીના રોહિત વાસમાં એક નવરાત્રિ પર્વની ગરબા રમી ઉજવણી કરી રહ્યા હતો. ત્યારે અજાણ્યા 5 શખ્સો આવી તેને નવરાત્રિ ચોકમાં જ માર મારવા લાગ્યા. 5 શખ્સ જેટલા લોકોએ માર મારતા યુવાન ઘાયલ થયો. પીડિત યુવાનને માર મરાયાની ઘટનાને લઈને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. ફરિયાદમાં સામે આવ્યું કે યુવાને પ્રેમલગ્ન કર્યા હતા. જો કે આ પ્રેમલગ્નમાં યુવતીના પરિવારની મંજૂરી નહોતી. યુવક અને યુવતીએ પરિવારની મરજી વિરુદ્ધ લગ્ન કર્યા હતા. આથી યુવતીનો પરિવાર આ લગ્નની વિરુદ્ધ હોવાથી નવરાત્રિમાં જ્યારે યુવક ગરબા રમતો હતો ત્યારે સાસુ,સસરા,સાળા સહિત 5 ઈસમોએ હુમલો કર્યો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમદાવાદની વધુ એક રેસ્ટોરાનાં જમવામાં જીવાત

આ પણ વાંચો:સરકારી અનાજના ગોડાઉનમાંથી જીવાત પ્રસરતા ગામલોકો ત્રાહિમામ

આ પણ વાંચો:હિંમતનગરમાં લસ્સીમાંથી જીવાત નીકળતા ગ્રાહક બગડ્યો