Kutchh/ કચ્છ: ભુજની જેલમાંથી મોબાઈલ, રાઉટર અને ચાર્જ મળ્યું

ભુજના બી ડિવિઝન પોલીસ સ્ટેશને ગુનો નોધીને વધુ તપાસ હાથ ધરી

Top Stories Gujarat Others

Kutchh News : ભુજની જેલમાંથી મોબાઈલ અને ચાર્જર મળતા સલામતી સામે સવાલ ઉભા થયા છે. ભુજની જેલમાં બંધ બહુચર્ચિત મહિલા આરોપી પાસેથી મોબાઈલ અને ચાર્જર મળતા ચકચાર મચી છે. મહિલા આરોપી મનીષા ગોસ્વામી પાસેથી મોબાઈલ અને ચાર્જર મળ્યાહતા. મનીષા ગોસ્વામી પૂર્વ ધારાસભ્ય જ્યંતી ભાનુશાળી હત્યા કેસમાં જેલમાં બંધ છે.

મનીષા જે બેરેકમાં બંધ છે તેની નજીકમાંથી જ આ સાધનો મળ્યા હતા. મનીષા અને તેના સાગરીતોએ જયંતી ભાનુશાળીની હત્યાનું કાવતરૂ ઘડ્યું હતું. બાદમાં કચ્છ ભુજથી અમદાવાદ આવતી ટ્રેનમાં જ શુટરોએ ભાનુશાળીની ગોળી મારીને હત્યા કરી નાંખી હતી. જેલમાંથી મોબાઈલ અને ચાર્જર મળતા ભુજના બી ડિવિઝન પોલીસ સ્ટેશને ગુનો નોધીને વધુ તપાસ હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:નેતાન્યાહુના ઘર પર રોકેટથી હુમલો, ઈઝરાયેલી સેનાએ વળતો જવાબ આપ્યો, 100થી વધુના મોત

આ પણ વાંચો:ભાભીના પ્રેમમાં પાગલ દિયરે ભાઈને મોતને ઘાટ ઉતાર્યો

આ પણ વાંચો:સુરતમાં બાળક રમતા રમતા ચોથા માળેથી નીચે પટકાતા મોત