
Gandhinagar News: લોહ પુરુષ અને અખંડ ભારત ના શિલ્પી ગુજરાતના પનોતા પુત્ર સરદાર વલ્લભભાઈ પટેલની 149મી જન્મ જયંતી અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમને પુષ્પાંજલિ અર્પિત કરી હતી. સીએમ ભુપેન્દ્ર પટેલ અને વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઇ ચૌધરી સહિત મહાનુભાવોએ ગુજરાત વિધાનસભા પરિસરમાં આવેલી સરદાર સાહેબની પ્રતિમા તેમજ વિધાન સભા પોડિયમમાં સરદાર પટેલ ના તૈલ ચિત્રને ભાવસભર પુષ્પાંજલિ અર્પણ કરી કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.

ગાંધીનગરના ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલ, ગાંધીનગરના મેયર શ્રીમતી મીરાબેન પટેલ, ગુજરાત વિધાનસભાના ઇન્ચાર્જ સચિવ ચેતન પંડયા, નાયબ સચિવશ્રીઓ, અધિકારીઓ-કર્મચારીઓ, મહાનગરપાલિકાના કોર્પોરેટરશ્રીઓ સહિત અગ્રણીઓએ પણ ઉપસ્થિત રહીને સરદાર પટેલની જન્મ જયંતી નિમિત્તે પ્રતિમા તેમજ તૈલચિત્રને પુષ્પ અર્પણ કર્યા હતા.

આ પણ વાંચો: સીએમ ભુપેન્દ્ર પટેલ બન્યા ભાજપના સક્રિય સભ્ય
આ પણ વાંચો: 16માં નાણા પંચ સમક્ષ સીએમ ભુપેન્દ્ર પટેલે રજૂ કર્યા મહત્ત્વના સૂચનો
આ પણ વાંચો: દેશની કેમિકલ-પેટ્રોકેમિકલ્સ નિકાસમાં ગુજરાત 31 ટકા હિસ્સા સાથે ટોચ પરઃ સીએમ ભુપેન્દ્ર પટેલ
