Amreli News/ અમરેલીમાં એક બીજા પર ફેંકાયા આગના ગોળા, ઈંગોરિયા યુદ્ધની પરંપરા આજે પણ અકબંધ

સાવરકુંડલામાં લગભગ 70 વર્ષથી દિવાળીની રાત્રે ઈંગોરિયાની લડાઈ જામે છે

Top Stories Gujarat Others

Amreli News : અમરેલીના સાવરકુંડલામાં વર્ષો જૂની પરંપરા જળવાઈ છે. જ્યાં દિવાળીના દિવસે ઈંગોરિયા અને કોકડાનું યુદ્ધ જામે છે. સાવરકુંડલામાં દૂનિયામાં એક માત્ર એવુ ગામ છે જ્યાં શિવાકાશીના ફટાકડાના બદલે ઘરે બનાવેલા ફટાકડા યુવાનો એક બીજા પર ફેંકની દિવાળીની ઉજવણી કરી છે.સાવરકુંડલામાં લગભગ 70 વર્ષથી દિવાળીની રાત્રે ઈંગોરિયાની લડાઈ જામે છે. યુવાનો ગામના અલગ અલગ ચોકમાં ભેગા થઈ એક બીજા પર ઈંગોરિયાને સળગાવી યુવાનો એક બીજા પર ફેંકે છે. આ રમત વર્ષોથી રમાતી આવે છે. લગભગ આ ચોથી પેઢી આ રમત રમી રહી છે.

વર્ષો પહેલા સાવર અને કુંડલા વચ્ચે આ યુદ્ધ જામતું હતુ. હવે શહેરના મુખ્ય ત્રણ ચોકમાં આ રમત રમાતી રહે છે. આ રમત જોવા અમદાવાદ, રાજકોટ, મુંબઈ અને કોલકાતા જેવા મોટા શહેરોમાંથી લોકો આવે છે.ઈંગોરિયાની રમત અંગે ગ્રામજનોએ જણાવ્યું હતું કે, ‘ઈંગોરિયાની રમત છેલ્લા ચાર દાયકાથી સાવરકુંડલામાં રમાય છે. પહેલા ઈંગોરિયાની રમત રમાતી હતી, પરંતુ સમય જતાં હવે કોકડાએ સ્થાન લીધું છે. યુવાનો ઈંગોરિયા અને કોકડા એક બીજા ઉપર ફેંકે છે. આ રમતથી કોઈ વ્યક્તિ દાઝતું નથી. આ રમત સાવરકુંડલાના નાવલી ચોક, રાઉન્ડ વિસ્તારમાં તેમજ દેવળાગેઇટ વિસ્તારમાં રમાય છે.

સાવરકુંડલાની બહાર રહેતા લોકો પણ ઈંગોરિયા અને કોકડાની રમત જોઈને ચકિત થઈ જાય છે.’ઈંગોરિયા અને કોકડાના યુદ્ધ વખતે અહીં એમ્બ્યુલન્સ ફાયર વિભાગ ટીમ સતત તહેનાત રહે છે. તેમજ પોલીસ બંદોબસ્ત તહેનાત હોય છે. આ યુદ્ધ સંપૂર્ણ સ્પોર્ટ્સમેનશિપ સાથે લડાય છે. એ પછી કોઈ સામે વૈમનસ્ય કે ગુસ્સો રાખવામાં આવતો નથી. બધાને એક જ હોંશ હોય છે કે આ પરંપરા સતત જળવાવી જોઈએ. યુદ્ધ લડવા માટે એક મહિના પહેલા ઈંગોરિયા ફળમાં દારૂગોળો ભરવાની કામગીરી ચાલુ થઈ જતી હોય છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સુરત ક્રિકેટ સ્ટેડિયમના પ્રમુખ સામે ફરિયાદના કેસમાં તપાસ શરૂ

આ પણ વાંચો:સુરતમાં દીપડો સાત વર્ષના બાળકને ખેચી ગયો, કુટુંબ આઘાતમાં

આ પણ વાંચો:સુરતના નકલી PSIને ભાવનગર પોલીસે ઝડપ્યો, સોનીને ધમકી આપી રૂપિયા પડાવતો