Ahmedabad: ગાંધીનગર CID ક્રાઈમની ટીમે અમદાવાદના રિલીફ રોડ વિસ્તારમાં આવેલી એક દુકાનમાં દરોડો પાડીને ગેરકાયદેસર નાણાંની હેરાફેરીના રેકેટનો પર્દાફાશ કર્યો છે. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, ગાંધીનગર CID ક્રાઈમને બાતમી મળી હતી કે, રિલીફ રોડ પર આવેલ રિલીફ આર્કેડની દુકાનમાં વિવિધ બેંક એકાઉન્ટનો ઉપયોગ કરીને ગેરકાયદેસર રીતે નાણાંની હેરાફેરી કરવામાં આવી રહી છે.
આ બાતમીના આધારે દરોડો પાડતા સલીમ એહમદ મનસુરી, મોહસીનખાન મુસ્તાકખાન પઠાણ અને મોહમદફારૂક ઇકબાલ પટણી દુકાનો ભાડે રાખી પોતાની દુકાનમાં જૂદી જૂદી બેન્કના એકાઉન્ટનો ઉપયોગ કરી ગેરકાયદેસર, શંકાસ્પદ રીતે નાણાંની હેરાફેરી અને બિલ વગરના શંકાસ્પદ મોબાઇલ મળી આવ્યા હતા.
આ રેઇડ દરમ્યાન ઉપરોક્ત વ્યક્તિઓની દુકાનમાં અલગ અલગ જગ્યાએથી અલગ અલગ બેન્કોના ક્રેડીટ/ડેબિટ કાર્ડ્સ કુલ નંગ-236, અલગ અલગ બેન્કની ચેકબુક નંગ-7, અલગ અલગ બેન્કોના પી.ઓ.એસ. મશીન કુલ નંગ-12 તેમજ 1- લેપટોપ, 1-ટેબલેટ અને મોબાઇલ નંગ-46 વિગેરે કિંમત રૂ 17,60,000 નો મુદ્દામાલ તપાસના કામે કબજે લેવામાં આવેલા છે.
આ પણ વાંચો: રાજસ્થાનથી અમદાવાદ ભીખ માગવા લાવી બાળકના 150 અને પરિવાર પાસેથી 500 વસૂલતા, બે એજન્ટને ઝડપાયા
આ પણ વાંચો: અમદાવાદમાં છઠપૂજા મહાપર્વમાં સહભાગી થતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
આ પણ વાંચો: અમદાવાદના સિંધુભવન રોડ પર સ્પામાં દરો઼ડા
