Ahmedabad News/ ચાંદખેડામાં ગાંજાના જથ્થા સાથે બે શખ્સો ઝડપાયા

પોલીસના જણાવ્યા મુજબ આ ગાંજો પ્રવિણ નામના શખ્સને પહોંચાડવાનો હોવાનું તપાસમાં ખુલ્યું છે

Top Stories Ahmedabad Gujarat

Ahmedabad News : ચાંદખેડામાં ગાંજાના જત્થા સાથે પોલીસે બે શખ્સોની ધરપકડ કરી છે. પોલીસે માહિતીને આધારે મોટેરા વિસ્તારમાં ચાપંવત ફાર્મ પાસેથી આ શખ્સોને ઝડપી લીધા હતા. પોલીસે આરોપીઓ પાસેથી 14 કિલો 250 ગ્રામ ગાંજાનો જથ્થો કબજે કર્યો હતો

આ ગાંજાની કિંમત રૂ.1,42,000 થવા જાય છે, એમ પોલીસે જણાવ્યું હતું. ગાંજાનો આ જથ્થો રાજસ્થાનથી મંગાવવામાં આવ્યો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. પોલીસના જણાવ્યા મુજબ આ ગાંજો પ્રવિણ નામના શખ્સને પહોંચાડવાનો હોવાનું તપાસમાં ખુલ્યું છે. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સુરતમાં રાંદેરમાં ક્રિકેટ રમતા-રમતા યુવાનનું મોત

આ પણ વાંચો:સુરતના સરથાણા વિસ્તારમાં કુટણખાનું ઝડપાયું, કાફેની આડમાં ચાલતા દેહવ્યાપાર પર દરોડા

આ પણ વાંચો:સુરતમાં હિટ એન્ડ રનમાં ટેમ્પો ચાલકે રાહદારીને કચડ્યો