Ahmedabad News: અમદાવાદના એક આઇસ્કિમ પાર્લરમાં પણ આવી જ ઘોર બેદરકારી જોવા મળી. અહીં અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલ આઈસ્ક્રીમ લાઇબ્રેરીમાં માંખી નીકળતાં ગ્રાહકે આ અંગે ફરિયાદ કરી હતી. જો કે ફરિયાદ કર્યાં બાદ પણ સંચાલકોએ કોઇ જ રિસપોન્સ આપ્યો ન હતો. ક્યારેક ઢોંસામાંથી કીડા નીકળે છે તો ક્યારેક આઇસક્રીમમાંથી માનવદેહના અવશેષો તો ક્યારેક માખી, આ કિસ્સા અવારનાવર બને છે અને ઘટના વીડિયો પણ સામે આવે છે. પરંતુ ખાણી પીણીના માર્કેટમાં હાઇજીનના નામે કોઇ જ નક્કર કામ થતું નથી અને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેંડાં થતાં રહે છે.
આ પહેલા આવી અન્ય ઘટનામાં રાજકોટની મોંઘીદાટ હોટલોમાં ખોરાકમાં જંતુઓ મળી આવતા હોવાના ઘણા કિસ્સાઓ અમારી પાસે આવ્યા છે. વધુ એક હોટલમાં છાશમાંથી ઈયળો નીકળવાની ચોંકાવનારી ઘટના બની છે. એક ગ્રાહકે દાવો કર્યો છે કે સરોવર પેર્ટિકો હોટેલમાં છાશમાંથી કેટરપિલર નીકળ્યા છે. એક ગ્રાહકે છાશમાં કેટરપિલરનો વીડિયો પણ બનાવ્યો હતો. આ અંગે ગ્રાહકે ફરિયાદ કરતાં હોટલ તંત્ર અને સ્ટાફે મામલો વધારી દીધો હોવાનો આક્ષેપ કર્યો છે.
તો જો તમે મોંઘી હોટલમાં ખાવાનું વિચારી રહ્યા હોવ તો પહેલા વિચારી લો. કારણ કે, આવી હોટલોને માત્ર પૈસા કમાવવામાં જ રસ હોય છે, તેઓને તમારા સ્વાસ્થ્યની જરા પણ પડી નથી! કારણ કે એક પછી એક મોંઘી હોટલોના ખોરાકમાં જીવજંતુઓ મળી આવતા હોવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. હવે રાજકોટની એક મોંઘી હોટલનો વધુ એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. રિપોર્ટ અનુસાર, જૈનિશ કડેચા નામનો ગ્રાહક પ્રતિષ્ઠિત સરોવર પોર્ટિકો હોટેલમાં સેમિનાર માટે ગયો હતો. જ્યાં ગ્રાહકે દાવો કર્યો હતો કે પીરસવામાં આવતી છાશમાં જંતુઓ છે. ગ્રાહક જૈનિશ કડેચાએ આ ઘટનાનો વીડિયો પણ બનાવ્યો હતો.
આ અંગે જૈનિશ કડેચાએ હોટલના સ્ટાફને જાણ કરતાં હોટેલ સ્ટાફ પણ શરમાવાને બદલે ગુસ્સે થઈ ગયો હતો અને તેણે ગ્રાહકને કોઈ જવાબ પણ આપ્યો ન હતો. આટલી મોટી હોટેલ અને સ્ટાફનું આવું વર્તન ગ્રાહક માટે ખૂબ જ આઘાતજનક હતું. આખરે એક ગ્રાહકે ઈયળ સાથે છાશનો વીડિયો બનાવ્યો અને તે વાયરલ થયો. હવે રાજકોટ મ્યુનિસિપાલિટી (RMC)નો આરોગ્ય વિભાગ ગ્રાહકોના આરોગ્ય સાથે ચેડા કરતી હોટેલો સામે ક્યારે કાર્યવાહી કરે છે તેના પર સૌની નજર મંડાયેલી છે.
આ પણ વાંચો: મિનરલ વોટર પીતા લોકો સાવધાન! રાજકોટમાં પાણીની બોટલમાંથી નીકળી જીવાત
આ પણ વાંચો: દાંતામાં સરકારી અનાજમાં નીકળી જીવાત, શાળામાં અપાય છે મધ્યાહન ભોજન
