Gandhinagar News/ સીએમે ટ્રાફિક સુવિધા વધારવા રસ્તા પહોળા કરવા રૂ.2,995 કરોડ મંજૂર કર્યા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સતત વધતા વિકાસને પરિણામે રાજ્યમાં વધી રહેલા વાહન વ્યવહારને કેરેજ-વેની જરૂરી પહોળાઈ સાથેના માર્ગો ઉપલબ્ધ કરાવવાનો  ઇઝ ઓફ ટ્રાન્સપોર્ટેશનનો અભિગમ અપનાવ્યો છે.

Gujarat Gandhinagar Breaking News

Gandhinagar News: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સતત વધતા વિકાસને પરિણામે રાજ્યમાં વધી રહેલા વાહન વ્યવહારને કેરેજ-વેની જરૂરી પહોળાઈ સાથેના માર્ગો ઉપલબ્ધ કરાવવાનો  ઇઝ ઓફ ટ્રાન્સપોર્ટેશનનો અભિગમ અપનાવ્યો છે.

આ સંદર્ભમાં CMએ ઉચ્ચકક્ષાના લેવલ ઓફ સર્વિસને વેગ આપવાના માટે રાજ્યમાં ભારે ટ્રાફિક ધરાવતા રસ્તાઓને વધુ સરળ, સલામત અને ઝડપી વાહન વ્યવહાર યોગ્ય રાખવા માર્ગ મકાન વિભાગને આવા માર્ગો પહોળા કરવા દિશા નિર્દેશો આપ્યા છે.  આ હેતુસર તેમણે 21 રસ્તાઓની 203.41 કિલોમીટર લંબાઇને ફોર લેન કરવા ₹1646.44 કરોડ મંજૂર કર્યા છે.

એટલું જ નહિં, 15 માર્ગોની 221.45 કિલોમીટર લંબાઇને 10 મીટર પહોળા કરવા રૂ. 580.16 કરોડ અને 25 રસ્તાઓની 388.89 કિલોમીટર લંબાઇને 7 મીટર પહોળા કરવા રૂ. 768.72 કરોડની રકમ મંજૂર કરી છે.

સમગ્ર રાજ્યમાં કુલ 61 રસ્તાઓની 813.75 કિલોમીટર લંબાઇને 7 મીટર, 10 મીટર અને ફોરલેન પહોળા કરવાના કામો માટે સમગ્રતયા રૂ. 2995.32 કરોડ મુખ્યમંત્રીશ્રીએ મંજૂર કર્યા છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આ નિર્ણયને કારણે વાહન વ્યવહારમાં સરળતા સાથે પ્રજાજનોની સલામતી અને સુખાકારીની દિશામાં  વેગ આવશે અને રાજ્યની વિકાસયાત્રાને પણ વધુ ગતિ મળશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ક્યાં-ક્યાં થઈ આંતરમાળખાકીય સગવડોના વિકાસ માટે રાજ્ય સરકારની 1,646 કરોડની ફાળવણી?

આ પણ વાંચો: અમદાવાદ મેટ્રો સફળતાનું વર્ષઃ બીજા વર્ષે વધુ ફ્રીકવન્સી, વધુ સારી સગવડ, વધારે વ્યાપ

આ પણ વાંચો: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે એકતા નગર ખાતે રૂ.૨૮૪ કરોડથી વધુના પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ