Vav Assembly/ કોંગ્રેસના ગુલાબસિંહને પછાડી સ્વરુપજી ઠાકોરની 2,567 મતથી જીત, છેલ્લા ત્રણ રાઉન્ડમાં બાજી પલટાઇ

વાવમાં કોંગ્રેસના ગુલાબસિંહને હરાવીને ભાજપના સ્વરૂપજી ઠાકોર 1,300 મતથી જીત્યા છે. અત્યંત રસાકસીવાળા આ મુકાબલામાં છેક 20માં રાઉન્ડ સુધી કોંગ્રેસ આગળ હતી.

Top Stories Gandhinagar Gujarat Breaking News

Gandhinagar News: વાવમાં કોંગ્રેસ(Congress) ના ગુલાબસિંહ(Gulabsinh) ને હરાવીને ભાજપના સ્વરૂપજી ઠાકોર 2,567 મતથી જીત્યા છે. અત્યંત રસાકસીવાળા આ મુકાબલામાં છેક 20માં રાઉન્ડ સુધી કોંગ્રેસ આગળ હતી, છેલ્લા ત્રણ રાઉન્ડમાં જ બાજી પલટાઈ હતી. ભાભરની મતપેટી ખૂલતા સ્વરૂપજીએ રીતસરની સરસાઈ કાપી હતી.

એક સમયે ગુલાબસિંહ રાજપૂત મતગણતરી શરૂ થઈ ત્યારે એક તબક્કે 14 હજાર મતની સરસાઈ ધરાવતા હતા. પણ સ્વરૂપજીએ પછી આ જંગી લીડ કાપીને છેલ્લા ત્રણ રાઉન્ડમાં બાજી મારી લીધી હતી. વાવ બેઠક ભાજપ માટે અત્યંત કપરી માનવામાં આવે છે. ભાજપ 1985 પછી આ બેઠક પર ફક્ત બે જ વખત જીત્યું છે. આ પુરવાર કરે છે કે ભાજપ માટે આ બેઠક જીતી કેટલી કપરી છે.

વાવની આ બેઠકમાં ઘેનીબહેનના લીધે ગુલાબસિંહનો વિજય જાણે નિશ્ચિત મનાતો હતો. પણ ભાજપને તળિયાના કાર્યકર સ્વરૂપજી ઠાકોર પર મૂકેલો વિશ્વાસ ફળ્યો છે. તેની સાથે ભાભરના મતદારોએ સ્વરૂપજીમાં મૂકેલો વિશ્વાસ કામ કરી ગયો છે. ભાભરે સ્વરૂપજીને છેહ દીધો નથી.

જ્યારે કોંગ્રેસને તેનો અતિ આત્મવિશ્વાસ નડી ગયો છે. વાવમાં જીત મળતાં જ વિધાનસભામાં પણ ભાજપની બેઠકોનો આંકડો વધીને 163 પર પહોંચી ગયો છે. વાવમાં કોંગ્રેસ ઘેનીબહેનના ભરોસે વધુ પડતી રહી ગઈ હતી, આ વાત તેને સમજાઈ ગઈ હશે. આના લીધે બીજા લોકો સાઇડલાઇન થઈ ગયાની ભાવના પણ કામ કરી ગઈ હોવાનું મનાય છે.

કોંગ્રેસ પહેલેથી જ આ બેઠક જાણે મારા ગજવામાં છે તેવો જ તેનો અભિગમ રહ્યો હતો. લોકોને કોંગ્રેસને આ પ્રકારનો અભિગમ ન ગમ્યો. તેની સામે શાસક પક્ષે છેલ્લા મતદાર સુધી તેની પહોંચ બતાવી હતી. આ બાબત કામ કરી ગઈ હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: પાઘડીની ઇજ્જત રાખજો, ભાજપમાંથી સ્વરૂપજી ઠાકોરે સમાજને કરી વિનંતી

આ પણ વાંચો: વાવ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત અને ભાજપના સ્વરૂપજી ઠાકોરને મળી ટિકિટ

આ પણ વાંચો: ગેનીબેનને કહેજો કે હવે તો હદ હોય: ભૂરાજી ઠાકોર