Surat News: ગુજરાતમાં દિવસેને દિવસે આપઘાતનો આંકડો વધી રહ્યો છે ત્યારે સુરતમાં વધુ એક આપઘાતનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સુરતના અલથાણામાં વોર્ડ 30ના ભાજપ મહિલા મોરચા પ્રમુખની આત્મહત્યાની ઘટના પ્રકાશમાં આવી છે. 34 વર્ષીય દીપિકાબેન નરેશભાઈ પટેલે પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ભાજપમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું છે.
પરિવારજનોએ હત્યાની આશંકા વ્યક્ત કરી હતી
જો કે ઘટનાની જાણ થતા જ સુરત અલથાણા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. આ દરમિયાન મહિલાનો પતિ પોસ્ટમોર્ટમ રૂમમાં પહોંચતા જ બેહોશ થઈ ગયો હતો. જોકે, મૃતકના પરિજનો ફોરેન્સિક પોસ્ટમોર્ટમની માંગ કરી રહ્યા છે. પરિવારજનોએ હત્યાની આશંકા વ્યક્ત કરી છે.
આ પણ વાંચો: સુરતમાં દિકરાને ઝેરી દવા પીવડાવીને માતાની આત્મહત્યા
આ પણ વાંચો: સુરતમાં વધુ એક કિશોરે કરી આત્મહત્યા
આ પણ વાંચો: સુરતમાં છેલ્લા 18 મહિનામાં 65 હીરા શ્રમિકોની આત્મહત્યા
