Surat News/ સુરત હીરા ઉદ્યોગમાં મંદી, મંદીના કારણે રત્ન કલાકાર વાહન ચોરીના રવાડે ચડ્યો

Surat News : સુરત (Surat) ક્રાઇમ બ્રાન્ચે એક રત્ન કલાકાર આરોપી વિજય જીવરાજ સોરઠીયાની ધરપકડ કરી છે. વરાછા પોલીસ મથકમાં વાહન ચોરીનો ગુન્હો નોંધાયો

Gujarat Surat Breaking News

Surat News : સુરત (Surat) ક્રાઇમ બ્રાન્ચે રત્ન કલાકારની ધરપકડ કરીને 25 હજારની કિંમતની ચોરીની મોટર સાયકલ જપ્ત કરી છે. આરોપી હીરા કારખાનામાં રત્ન કલાકાર તરીકે કામ કરતો હતો. તહેવાર બાદ હીરામાં મંદી આવતા કામકાજની શોધમાં હતો. મોટર સાયકલની જરૂરિયાત ઊભી થતાં વાહનની ચોરી કરી હતી. સુરત (Surat) ના વરાછા માતાવાડી સરકારી સુમન સ્કૂલ સામેથી ચોરી કરી હતી. વરાછા પોલીસે ચોપડે નોંધાયેલા ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલાયો છે.

સુરત(Surat)નો ડાયમંડ ઉદ્યોગ સમગ્ર વિશ્વમાં ફેલાયેલો છે જ્યારે પણ વિદેશમાં કોઈ રાજકીય ઊથલપાથલ કે અન્ય કોઈ મોટી ઘટના બને છે, ત્યારે તેની સીધી અસર હીરા ઉદ્યોગો ઉપર જોવા મળે છે. ખાસ કરીને યુરોપિયન દેશોમાં જ્યારે મંદીની અસર દેખાય છે. ત્યારે સુરતના ડાયમંડ ઉદ્યોગ ઉપર સંકટના વાદળ છવાય છે. પણ આ વખતે જે મંદી આવી છે તે ખુબજ ભયંકર છે.

Surat : ડાયમંડ ઉધોગમાં તેજીની ચમક, જેમ એન્ડ જવેલરી સેકટરની નિકાસમાં 26 ટકાનો ઉછાળો - Gujarati News | Surat: Diamond industry booms, gem and jewelery sector exports rise 26 per cent -

ગુજરાતમાં 5 મહિનામાં રફ હીરાની આયાતમાં 48 ટકા સુધીનો ઘટાડો થયો છે. ડિમાન્ડ નહીં હોવાથી ઉદ્યોગકારોએ રિસ્ક લેવાનું ટાળ્યું છે. માઇનિંગ કંપનીએ હરાજી ટાળવા સાથે છૂટછાટ આપી દીધી છે.
ડાયમંડ ઉદ્યોગમાં મંદી છેલ્લાં બે વર્ષથી જોવા મળી રહી છે. નેચરલ ડાયમંડ સાથે સંકળાયેલા ઉદ્યોગકારો આશા લઈને બેઠા છે કે હવે મંદી દૂર થશે. પરંતુ લાંબો સમય પસાર થઈ ગયા બાદ પણ હજી સુધી નેચરલ ડાયમંડની અંદર તેજી આવી નથી.

સુરત  (Surat) ડાયમંડ ઉદ્યોગના ઇતિહાસમાં પહેલી વખત થયું છે. જેને કારણે હીરા ઉદ્યોગકારોની કેપિટલ ઉપર પણ ખૂબ મોટી અસર થઈ છે. નાણાકીય ધોવાણનો સમય ચાલી રહ્યો છે. નેચરલ ડાયમંડમાં વૈશ્વિક સ્તર ઉપર પણ અનેક સંકટો આવ્યાં હોવાને કારણે સ્થિતિ વધુ ખરાબ થતી જઈ રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: મંદીમાંથી પસાર થઈ રહી છે ડાયમંડ ઇન્ડસ્ટ્રી, જાણો શું કહ્યું સુરત ડાયમંડ એસોસિએશને

આ પણ વાંચો: હીરા ઉદ્યોગ માટે માઠા સમાચાર, અમેરિકાએ રશિયાની વસ્તુ પર પ્રતિબંધની વાત કરતા ‘ડાયમંડ ઉદ્યોગ’માં જોવા મળી શકે મંદી

આ પણ વાંચો: ડાયમંડ ઉદ્યોગ પર ગંભીર અસર, સેઝના એક્સપોર્ટમાં 12 કરોડથી વધુનું ગાબડું