Amreli News/ અમરેલીમાં જમાઈ એ સાસુની હત્યા કરીને, અંતિમવિધીમાં જોડાયો

Amreli News : અમરેલી (Amreli)  જિલ્લાના ચીતલના જશવંતગઢમાં 28મી નવેમ્બરે એક વૃદ્ધાની ઘાતકી હત્યા થઈ હતી. નાયબ મામલતદારના માતાની હત્યાથી પોલીસ દોડતી થઈ હતી. આ હત્યાનો ભેદ ઉકેલવા માટે પોલીસે 14 ટીમ બનાવી હતી. 200 જેટલા પોલીસ જવાનો આ હત્યાનો ભેદ ઉકેલવા માટે એક સપ્તાહથી મથી રહ્યા હતા.

Gujarat Others Breaking News

Amreli News : અમરેલી (Amreli) જિલ્લામાં એક વૃદ્ધાની ઘાતકી હત્યા નિપજાવવામાં આવી. ચોંકવનારી વાત તો એ છે કે હત્યારા જમાઈએ ઠંડા કલેજે સાસુની હત્યા કરી હતી, અને જાણે કંઈ જ બન્યું ના હોય તેમ વર્તન કરતો હતો, સાથે જ તે સાસુની અંતિમવિધિમાં પણ જોડાયો હતો.

અમરેલી (Amreli) જિલ્લાના ચીતલના જશવંત ગઢમા નાયબ મામલતદાર રાજુ તેરૈયાના માતા પ્રભાબેન 28મી નવેમ્બરે ઘરે એકલા હતા. ત્યારે કોઈ અજાણ્યા શખસે તેમને અત્યંત ક્રૂરતાપૂર્વક રહેસી નાખ્યા હતા. આ ઘટના એ સમગ્ર અમરેલી (Amreli) જિલ્લામાં ખળભળાટ મચાવી દીધો હતો અને હત્યારાને ઝડપી લેવા માટે પોલીસ દ્વારા એક ઓપરેશન ચલાવ્યું હતું.  આખરે એક અઠવાડિયા સુધીની પોલીસ તપાસના અંતે પોલીસને હત્યારાની કડી મળી, પોલીસે મૃતક પ્રભાબેનના હત્યારા નયન જોષીને ઝડપી લીધો છે. આરોપી નયન જોષી જાંબુડા ગામનો રહેવાસી અને મૃતક વૃદ્ધાનો જમાઈ છે.

અમરેલી (Amreli) માં આખરે ભારે મથામણ બાદ હત્યારો ઝડપાયો, પરંતુ આરોપીનો ખુલાસો થતા પોલીસ પણ ચોંકી ગઈ, કારણે કે વૃદ્ધાનો હત્યારો બીજો કોઈ નહીં પણ તેમનો જમાઈ જ હતો. આરોપીએ પોલીસને જણાવ્યું હતું કે, ‘મારા 11 વર્ષના લગ્ન જીવન દરમિયાન મારી પત્ની અનેક વખત પીયર ચાલી જતી હતી. મારૂ લગ્ન જીવન ડીસ્ટર્બ થતું હતું, તેની પાછળ સાસુ જવાબદાર હતા’.


whatsapp ad White Font big size 2 4 બેંગલુરુની 15 શાળાઓને બોમ્બથી ઉડવાની ધમકી, ઈમેલ દ્વારા મોકલવામાં આવ્યો ચોંકાવનારો મેસેજ


આ પણ વાંચો: અમરેલીમાં ભાઈએ સગા ભાઈની કરી હત્યા

આ પણ વાંચો: અમરેલીઃ ખાંભાના મોટા સમઢિયાળા ગામે હત્યા, હેતલ દાફડા નામની પરિણીત મહિલાની હત્યા, પરિણીતાની તીક્ષ્ણ હથિયાર મારી કરાઈ હત્યા, પ્રેમ પ્રકરણ મામલે છરીના ઘા મારીને કરાઈ હત્યા, ભાવેશ ઉર્ફે શક્તિ દાફડા નામના ઇસમે કરી હત્યા, મહિલાના મૃતદેહને PM માટે હોસ્પિટલ ખસેડ્યો. DySP સહિતનો પોલીસ કફલો હોસ્પિટલ પહોંચ્યો, આરોપીને પકડવા પોલીસે શોધખોળ હાથ ધરી

આ પણ વાંચો: અમરેલીઃ રાંઢિયા ગામે પારિવારિક ખૂની ખેલ ખેલાયો, કાકાજી સસરા દ્વારા ભત્રીજા વહુ ઉપર છરી વડે હુમલો, ભત્રીજા વહુનું ધટના સ્થળે મોત નિપજ્યું, મોત થતા મામલો હત્યામાં પલટાયો, પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી, વહુની હત્યા બાદ આપઘાતનો પ્રયાસ કર્યો, પોતે જાતે છરી મારીને આપઘાતનો કર્યો પ્રયાસ, ઇજાગ્રસ્ત કાકાજી સસરા અમરેલી સારવારમાં ખસેડાયા, કૌટુંબિક કારણોસર થયેલ માથાકૂટ હત્યામાં પલટાઇ