Health News: ઇમ્યુનિટી (Immunity) માટે વિટામિન C ને એક કાર્યરત વિટામિન માનવામા આવે છે. આ તત્વને શરીર માટે આવશ્યક કહેવામાં આવે છે. એક નવી રિસર્ચમાં આ બાબત પર ચર્ચા કરવામાં આવી હતી કે આ વિટામિન કેન્સરના નિવારણ માટે સક્ષમ છે કે નથી.
કેન્સર (Cancer) એક એવો રોગ છે જેની સારવાર તો છે પરંતુ સફળતાની ગેરેન્ટી નથી. જોકે, કેન્સરનો ઇલાજ તો છે પરંતુ દરેક દર્દીનું શરીર અને તેના શરીરમાં ઉપસ્થિત પોષણ પણ આ વિશે નિર્ભર કરે છે કે તેનું ઈલાજ સફળ થશે કે નથી. જો અમે તમને આ જણાવીએ કે કેન્સરનો ઇલાજ તમારા ફ્રિજમાં જ મોજુદ છે તો શું તમે સ્વીકાર કરશો? હાલમાં જ એક રિસર્ચ દ્વારા આ ખુલાસો કરવામાં આવ્યો હતો કે વિટામિન-સી, જે તમારી ઈમ્યુનિટી માટે એક આવશ્યક તત્વ છે, તે કેન્સરના નિવારણમાં પણ મદદ કરે છે.
આ રિસર્ચ પેન્ક્રિએટિક કેન્સરના દર્દીઓ પર કરવામાં આવી હતી. જેની અંદર 34 દર્દીને સામેલ કર્યા હતા, જેને પણ 2 જુદા જુદા જૂથોમાં વહેંચવામાં આવ્યા હતા, આમાંથી એક જૂથને ફક્ત કીમોથેરાપી કરાવી હતી. બીજા જૂથને કીમોની સાથે 75 ગ્રામ વિટામિન C આપવામાં આવ્યું હતું. આ સમસ્ત ટેસ્ટિંગ દ્વારા વિટામિન-સી સાથે કીમો લેનારાઓને બમણો સમય તો લાગ્યો, પરંતુ તેઓ એકલા કિમોથેરાપી લેતા દર્દીઓ કરતાં વધુ સારા અને સ્વસ્થ હોવાનું જણાયું હતું.
વિટામિન-સી એક એસ્કોર્બિક એસિડ છે, જેણે સ્વાસ્થ માટે આવશ્યક કહેવામાં આવે છે અને સાથે જ આમાં ઘણા બધા એંટિઓક્સિડેંટ ગુણ હોય છે, જે તમારા શરીરને ફ્રી રેડિકલ્સ દ્વારા થતાં નુકસાનથી બચાવવામાં મદદ કરે છે. જોકે કેન્સરના નિવારણમાં વિટામિન-સીની ભૂમિકા પર શોધ ચાલુ જ છે, પરંતુ આ ઘણા સ્તરો પર કેન્સર દર્દીની મદદ કરી શકે છે. પણ સાથે જ આ વાત પણ ધ્યાન આપવા જેવી છે કે ફક્ત વિટામિન-સી જ કેન્સરનું નિવારણ કરી શકવામાં સક્ષમ નથી.
વિટામિન-C શેમાંથી મળે છે…
તમારા આહારમાં વિટામિન-સીથી ભરપૂર ફળો જેમકે, લીંબુ, તડબૂચ, કિવી અને સ્ટ્રોબેરી ઉમેરી શકો છો.
અમુક શાકભાજી જેમકે, કેપ્સીકમ, બ્રોકોલી.
દહીંમાં પણ વિટામિન-સી હોય છે.
આ પણ વાંચો:શું ચોકલેટ ખાવાથી બ્લડપ્રેશર કંટ્રોલમાં આવે છે? રિસર્ચમાં થયો ચોંકાવનારો ખુલાસો
આ પણ વાંચો:ગધેડીનું દૂધ વધારે છે તમારી રોગપ્રતિકારક શક્તિ, એન્ટી એજીંગ માટે લોકો પીવે છે હોંશે હોંશે
આ પણ વાંચો:બોલો! સીતાફળ ખાવાથી ગુમાવવી પડી શકે છે આંખો, સંશોધકોએ કર્યો મોટો ખુલાસો
