Dahod News/ દાહોદમાં નકલી NA કેસઃ દાહોદ પોલીસે જમીન પ્રકરણમાં 4 અધિકારીઓની અટકાયત

Dahod News : દાહોદમાં થોડા દિવસો પહેલાં જમીન કૌભાંડ પકડાયું હતું. તેમાં દાહોદ પોલીસે સરકારના 4 અધિકારીઓની અટકાયત કરી છે. જમીનોમાં ખોટા હુકમો મામલે તેઓની સંડોવણી બહાર આવી હતી.

Gujarat Others Breaking News

Dahod News : દાહોદ શહેર અને આસપાસના ગામોમાં આચરાયેલા જમીન કૌભાંડમાં NA,હેતુફેર તેમજ 73 AA ના બનાવટી હુકમોને સરકારી કચેરીઓમાં સાચા તરીકે રજૂ કરી પ્રોપર્ટી કાર્ડ બનાવી સરકારના પ્રીમિયમની ચોરી કરવા મામલે થોડા દિવસો પહેલાં 70થી વધુ લોકો સામે ફરિયાદ દાખલ થઇ હતી. આ ફરિયાદમાં 112 સર્વે નંબરોમાં તાલુકા પંચાયતના વિવિધ પ્રકારના નકલી હુકમોના આધારે જમીન બિનખેતી કરાવાઇ હોવાનું સામે આવ્યુ હતું.

આ પ્રકરણામાં સરકારી અધિકારીઓ જેમ કે, તાલુકા પંચાયતના રીટાયર્ડ અધિકારીઓ જમીન સંડોવણીમાં ઝડપાયા છે. દાહોદના 2 રિટાયર્ડ TDO, 1 ATDO અને 1 સર્કલ ઓફિસરની અટકાયત કરવામાં આવી છે.જમીન એન એ(NA) પ્રકરણમાં ધરપકડ કરવામાં આવી છે. દાહોદમાં જમીનોમાં ખોટા હુકમો મામલે સરકારી અધિકારીઓની સંડોવણી બહાર આવી હતી.

દાહોદના સરકારી અધિકારીઓ ફરજ પર ના હોવા છતાંય 4 અધિકારીઓએ ખોટા હુકમો બનાવ્યા હતા. દાહોદમાં વર્ષ 2016 થી 2018 સુધી 4 અધિકારીઓ તાલુકા પંચાયતમાં ફરજ બજાવતા હતા. દાહોદ પોલીસે 4 રિટાયર્ડ અધિકારીઓની અટકાયત કરી કોર્ટમાં રજુ કર્યા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: મોડાસામાં સિંચાઈની નકલી કચેરીનો કેસઃ અધિકારીને ફસાવાયાનો દાવો

આ પણ વાંચો: સુરતમાં વધુ એક જમીન કૌભાંડ, રૂ. 100 કરોડની જમીનનો બારોબાર સોદો

આ પણ વાંચો: કાર્તિક પટેલ છે મિ. કૌભાંડી, સાંતેજમાં કર્યુ છે રૂ. 350 કરોડનું જમીન કૌભાંડ